સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં હિસાબી આસિસ્ટન્ટને કોન્ટ્રાક્ટરે મારી થપ્પડ

સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતમાં આવેલા સિંચાઇ વિભાગમાં આસિસ્ટન્ટને મુખ્ય ઇજનેરની હાજરીમાં જ કોન્ટ્રાક્ટરે થપ્પડ ચોડી દીધી હતી.

News18 Gujarati
Updated: June 14, 2019, 7:25 PM IST
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં હિસાબી આસિસ્ટન્ટને કોન્ટ્રાક્ટરે મારી થપ્પડ
જિલ્લા પંચાયતની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 14, 2019, 7:25 PM IST
રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં છાસવારે સિંચાઇ અધિકારીઓને થપ્પડ મારવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના ફરી સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતમાં બની છે. જિલ્લા પંચાયતમાં સિંચાઇ યોજના વિભાગમાં ફડાકાવાળી થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતમાં આવેલા સિંચાઇ વિભાગમાં આસિસ્ટન્ટને મુખ્ય ઇજનેરની હાજરીમાં જ કોન્ટ્રાક્ટરે થપ્પડ ચોડી દીધી છે. જેના કારણે વિભાગમાં ફફડા ફેલાયો હતો. સિંચાઇ વિભાગના આસિસ્ટન્ટ સાથે કોન્ટ્રાક્ટર સાથે બિલ બાબતે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને મુખ્ય ઇજનેરની હાજરીમાં જ કોન્ટ્રાક્ટરે હિસાબી આસિસ્ટન્ટને થપ્પડ મારી દીધી હતી. સિંચાઇ વિભાગમાં ભારોભાર ભ્રષ્ટાચાર થવાની અનેક વાર ફરિયાદ ઉઠી હતી.

થપ્પડ ફટકારવાની ઘટના પોલીસ સ્ટેશને પહોંચી હતી. સિંચાયઇ વિભાગના કર્મીઓ સાથે કોન્ટ્રાક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે,૨૦૧૭માં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના પરશોતમભાઇ સાબરીયાની જીત થઇ હતી. પરંતુ થોડા મહિનાઓ પહેલા હળવદમાં બહાર આવેલા સીંચાઇ કૈાભાંડમાં સાબરીયાનું નામ ખુલતા તેમને જેલની હવા ખાવી પડી હતી.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...