Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

વાયરલ વીડિયો પરથી તસવીર

surendranagar crime news: મહિલા કંડક્ટરને (Female conductor fight) ઝપાઝપી દરમિયાન ઇજા થતાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ (Limbadi civil hospital) લઇ જવાયા હતા.

અક્ષય જોશી, સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના (surendranagar) ચુડાથી અમદાવાદ રૂટની એસટી (chuda-Ahmedabad ST bus) બસના મહિલા કંડક્ટરને (Female conductor) અન્ય મહિલા મુસાફર દ્વારા ઝપાઝપી કરી માર મારવાનો વીડિયો સોશિયલ (viral video on social media) મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી. મહિલા કંડક્ટરને (Female conductor fight) ઝપાઝપી દરમિયાન ઇજા થતાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ (Limbadi civil hospital) લઇ જવાયા હતા. જો કે આ મામલે મોડી રાત સુધી કોઈ પોલીસ ફરીયાદ નોંધાઇ ન હતી.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી બસો દોડી રહી છે. ત્યારે મહિલા કંડકટર અને મહિલા મુસાફરનો ઝપાઝપીનો વીડિયો ફરતો થતા ચકચાર ફેલાઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ લીંબડી ડેપોની ચૂડા-અમદાવાદ રૂટની બસ લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે પહોંચી હતી.

આ સમયે પાછળથી ગાડી લઇને આવેલા મુસાફરોએ બસ ઉભી રખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ ન ઉભી રહેતા મહિલા મુસાફરો અને મહિલા કંડકટર વચ્ચે મામલો બિચકાયો હતો. જેમાં અપશબ્દો સાથે ઝપાઝપી સુધી વાત પહોંચી હતી.

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ડીસા-રાધનપુર હાઈવે પર છકડો અને કાર વચ્ચે Accident, સાસુ-વહુનું ઘટના સ્થળે મોત, 13 ઈજાગ્રસ્ત

જેના પગલે મહિલા કંડકટર નીલમબેન પટેલ અને મહિલા મુસાફરને ઇજાઓ થતા સારવાર લેવા જવુ પડયુ હતુ. જ્યારે આ બસને પાછી લીંબડી ડેપોમાં લાવવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ-Narmada: લગ્નમાં જાન આવી પણ વરરાજા નહીં, રાઠોડ પરિવારે દીકરીને ખાંડુ પ્રથાથી સાસરી વળાવી

વીડિયોમાં જોઈ સહાય છે કે એક મહિલા મુસાફર બસની મહિલા કંડક્ટરના વાળ ખેંચીને અપશબ્દો બોલે છે. અને અભદ્રભાષામાં મહિલા કંન્ટક્ટર સાથે વર્તન કરે છે. એટલું જ નહીં મહિલા મુસાફર એટલી ગુસ્સામાં હતી કે તેમને બસમાં રહેલા અન્ય મુસાફરો અટકાવતા હતા. જોકે, તે કોઈનું સાંભળવા માટે તૈયાર ન્હોતી. છેવડે બસને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવાનો વારો આવ્યો હતો.
First published:

Tags: Gujarati News News, Latest viral video, Surendranagar Crime

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો