વરસાદી માહોલ વચ્ચે ચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ

News18 Gujarati
Updated: August 5, 2020, 10:06 PM IST
વરસાદી માહોલ વચ્ચે ચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ
ચોટીલા ડુંગરની તસવીર

આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. અને નીચે ડુંગર ઉપર લીલીછમ લીલોતરી દેખાય છે. આ અદભૂત નજારો જાણે એક કૂદરતી સૌંદર્યની તસવીર ચિત્ર કારે દોરી હોય.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગરઃ લાંબા સમય બાદ વરસાદે ફરથી પધરામણી કરી છે ત્યારે સૌરાષ્ટ્ર (saurashtra) સહિત ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) પડ્યો છે. ત્યારે ડુંગળાર વિસ્તારો સોળેકળાએ ખીલી ઉઠ્યા છે. વરસાદની બુંદોથી કુદરતે પણ પોતાના અદભૂત નજારા (Stunning views) દર્શાવવાનું શરૂ કર્યું છે. ત્યારે આવો જ એક નયનરમ્ય નજારો ચોટીલા ડુંગર (chotila mountain) વિસ્તારમાં જોવા મળ્યો છે. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો અને ધરતી પર અડીખમ ઉભેલો ચોટીલા ડુંગરનો અદભૂત નજારો પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થઈ રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આજે બુધવારે ચોટીલા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અને વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વર્ષાઋતુએ જાણે ચોટીલાના ડુંગર ઉપર હેત વરસાવ્યું હોય એમ ડુંગર અને આસપાસના વિસ્તારનું કૂદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. ડુંગરનો આ અદભૂત નજારો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે ચોટીલા પંથકમાં ડુંગરની આસપાસના આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. અને નીચે ડુંગર ઉપર લીલીછમ લીલોતરી દેખાય છે. આ અદભૂત નજારો જાણે એક કૂદરતી સૌંદર્યની તસવીર ચિત્ર કારે દોરી હોય. આ અદભૂત દ્રશ્ય ચોટીલમાં દર્શન કરવા આવેલા કોઈ ભક્તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ-આ છે કળિયુગની 'શબરી'! 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ

ઉલ્લેખનીય છે કે આજે બુધવારે સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વઢવાણ, ચોટીલા, લીમડી સહિતાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આમ વાતાવરણ આહલાદક બન્યું હતું.

આ પણ વાંચોઃ-સારા સમાચાર! Lupinએ લોન્ચ કરી COVID-19ની દવા Covihalt, કિંમત છે માત્ર 49 રૂપિયાઆ ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકના જૂનાગઢના માણાવદર અને માંગરોળ, વલસાડ, ભાવનગર, મહુવા, ગીર સોમનાથના વેરાવળ, વલસાડના પારડી, અમરેલીના સાવરકુંડલા અને અમરેલી 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત નવસારીના વાંસદામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ-સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, સોનું 57,000ને પાર, ફટાફટ જાણીલો નવા ભાવ

અમરેલીના રાજુલા, આણંદના ખંભાત, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પ્રાંતિજ, મહીસાગરના કડાણા, છોટા ઉદેપુરના જેતપુર પાવી અને તાપીના કુકરમુંડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

વીડિયોમાં જુઓ ચોટીલા ડુંગરનો અદભૂત નજારોવલસાડના ઉમરગામ, મહીસાગરના લુણાવાડા, વલસાડના ધરમપુર, ગાંધીનગરના કલોલ, વલસાડના વાપી, દાહોદના લીમખેડા, પોરબંદરના કુતિયાણા, આણંદના સોજીત્રા, જૂનાગઢના ભેંસણ, ખેડાના કપડવંજ, મહીસાગરના બાલાસિનોર અને સાબરકાંઠાના વિજયનગરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Published by: ankit patel
First published: August 5, 2020, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading