સુરેન્દ્રનગર : TVમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી, માતા-પુત્રી ભડથું

News18 Gujarati
Updated: June 22, 2019, 1:38 PM IST
સુરેન્દ્રનગર : TVમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી, માતા-પુત્રી ભડથું
બાલ્સટ એટલો ઘાતક હતો કે તેમાં માતા અને પુત્રી ઘટના સ્થળે જ ભડથું થઈ ગયા હતા.

બામણબોરના આનંદપુરની ઘટના, ટીવીનો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરના નળિયા ઉડી ગયા.

  • Share this:
રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર નજીક આવેલા આનંદપુર ગામે એક વિચિત્ર ઘટના બની છે. આનંદપર ગામના એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ઘરમાં માતા-પુત્રી ભડથું થઈ ગઈ ગયા હતા. ઘરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બ્લાસ્ટના કારણે ઘરના નળિયા ઉડી ગયા હતા જ્યારે માતા-પુત્રી ઘટના સ્થળે જ મૃત્યુને ભેટ્યા હતા.

ઘરમાં ટીવી હોય તો સાવધાન રહેવા જેવી ઘટના છે. રાત્રે માતા અને પુત્રી સુતા હતા ત્યારે ટીવી ચાલુ રહી ગયું હતું. ત્યારે બ્લાસ્ટ થયો હતો. માતા અને પુત્રી આગમાં ભડથું થઈ ગયા હતા. અગ્નિ જપેટમાં માતા-પુત્રીનું મૃત્યુ થતાં તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

આ પણ વાંચો :  મોરબીઃ મચ્છુ ગામે કન્યાશાળામાં રસોઇ કરતી વખેત ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

ગામડામાં ચોમાસા દરમિયાન વીજ પુરવઠામાં વધારો ઘટાડો અને વાયરમાં આગ લાગવાની ઘટના ઘટતી હોય છે. આ ઘટના બાદ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ આ ઘટનામાં ફોરેન્સિક તપાસ પણ કરશે અને આગ લાગવાનું કારણ તપાસશે.

જ્યારે ચોટીલાના મામલતદાર આશિષ મિયાત્રાએ જણાવ્યું હતું કે ટીવી આખી રાત ચાલુ રહી ગયું હોવાથી શોટ સર્કિટ થયો હોવાનું વાત જાણવા મળ્યું છે. આ ઘટના ચેતવણી સમાન છે. જોકે, આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તપાસ બાદ જાણવા મળશે.
First published: June 22, 2019, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading