ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને લાફો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી. ભાજપે આ હુમલો કરાવ્યો હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજોગ અરજી આપી છે. (તસવીરોમાં જુઓ : વ્યક્તિ હાર્દિક તરફ ધસી ગયો અને સીધો જ મારી દીધો લાફો )
ભાજપ મને ગોળી મરાવશે : હાર્દિક
આ મામલે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું કે, "વઢવાણ વિધાનસભાના બારહ ગામ ખાતે સભાને સંબોધન કરતી વખતે ભાજપે મારા પર હુમલો કર્યો. મને ખબર છે કે આજે ફક્ત થપ્પડ મારવાનો પ્રયાસ થયો છે, પરંતુ કાલે ભાજપ મને ગોળી મરાવશે. હું ખેડૂતો અને યુવાઓનો અવાજ બનતો રહ્યો છું. જય હિન્દ."
सुरेन्द्रनगर लोकसभा क्षेत्र के वढवान विधानसभा के बारह गाँव के प्रमुख लोगों को संबोधित किया। सभा के दौरान भाजपा के द्वारा मुझ पर हमला किया.मुझे मालूम है की आज सिर्फ़ थप्पड़ मारने का प्रयास हुआ है लेकिन कल भाजपा मुझे गोली मरवाएगी।हम किसान और नौजवानों की आवाज़ उठाते हैं।जय हिंद pic.twitter.com/SzmT6LSByp
હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો હતો અને હાર્દિકને લાફો મારી દીધો હતો. હાર્દિકને લાફો માર્યા બાદ વ્યક્તિએ તેની સાથે જીભાજોડી પણ પણ કરી હતી. (આ પણ વાંચો : જાણો કોણ છે હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ)
લાફો મારનાર વ્યક્તિને લોકોએ મારા માર્યો
હાર્દિકને લાફો માર્યાના બનાવ બાદ હાજર લોકોએ લાફો મારનાર વ્યક્તિને ઢોર માર માર્યો હતો. પોલીસે મહામહેનતે વ્યક્તિને ટોળા વચ્ચેથી બચાવીને લઈ ગઈ હતી. ટોળાએ હુમલો કરનાર વ્યક્તિના કપડાં પણ ફાડી નાખ્યા હતા.
ભાજપે કરાવ્યો હુમલો : હાર્દિક પટેલ
હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય, મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે.
સુરેન્દ્ર નગર બેઠક પર કોંગ્રેસમાંથી લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે આ બેઠક પરથી જો. મહેન્દ્ર મુંજપરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર