લીંબડી: કિરીટસિંહ રાણાની જીત, આ બેઠક પરથી ત્રીજી વખત પેટા-ચૂંટણીમાં વિજેતા થયા!

લીંબડી બેઠક પર ભાજપની જીત.

આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી (Gujarat Bypoll 2020) જીતી ગયા છે. આ પહેલા તેમણે 1995 અને 2013માં પેટા ચૂંટણી જીતી હતી.

 • Share this:
  અમદાવાદ: લીંબડી બેઠક (Limbdi Constituency) પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા (Kiritsinh Rana) ચૂંટણી જીતી ગયા છે. આ બેઠક પર મતગણતરી હાલ ચાલુ છે પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ ને એટલી લીડ મળી છે કે તેમની જીત નિશ્ચિત છે. કૉંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલ (Somabhai Patel)ના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી હતી. અહીં એ જાણવું રસપ્રદ છે કે આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી (Gujarat Bypoll 2020) જીતી ગયા છે. આ પહેલા તેમણે 1995 અને 2013માં પેટા ચૂંટણી જીતી હતી.

  કિરીટસિંહ રાણાની રાજકીય કારકિર્દી:

  કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે. તેમણે 1995માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. હાલ તેઓ આઠમી વખત ચૂંટણીના મેદાને હતા. જે તેઓએ પાંચ વખત ચૂંટણી જીતી છે અને ત્રણ વખત હાર્યાં છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે. 1998માં જીત બાદ 2002માં હાર મળી હતી. જે બાદ 2007માં જીત્યા હતા અને 2012માં હાર મળી હતી. 2013ની પેટા ચૂંટણીમાં તેઓએ જીત મેળવી હતી. જે બાદમાં 2017માં ફરીથી ચૂંટણી હારી ગયા હતા. 1998થી એક સતત એક ચૂંટણી જીતે છે, એક હારે છે. તેમના પિતા જીતુભા રાણા બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  લીંબડીમાં ભાજપની જીતના કારણ:

  લીંબડી બેઠક પર ભાજપના જીતનું સૌથી મોટું કારણ કિરીટસિંહ રાણાનો બહોળો રાજકીય અનુભવ છે. જે ભારતીય જનતા પાર્ટીને ફળ્યો છે. બીજી તરફ કૉંગ્રેસે આ બેઠક નવો અને બિનઅનુભવી ચહેરો મેદાને ઉતાર્યો હતો. આથી મતદારોએ જૂના ચહેરા પર પસંદગી ઢોળી છે. બીજી તરફ કોળી મતદારો ભાજપ તરફથી જ રહ્યા છે. સોમાભાઈ ગયા બાદ કૉંગ્રેસે છેલ્લી ઘડી સુધી કોઈ રણનીતિ ઘડી શક્યું ન હતું.

  લીંબડી બેઠક વિશે જાણવા જેવું:

  લીંબડી બેઠકમાં લીંબડી, ચુડા, સાયલા તાલુકાના ભાગોનો સમાવેશ થાય છે. લીંબડી ગ્રામ્ય વિસ્તારોની બનેલી બેઠક છે. સીમાંકન પહેલાં ક્ષત્રિયોનું આ બેઠક પર પ્રભુત્વ હતું. આ બેઠક પર તળપદા અને ચુંવાળિયા કોળીનો પ્રભાવ રહેલો છે. સોમાભાઈના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી.

  લીંબડી બેઠકનો રાજકીય ઈતિહાસ:

  આ બેઠકનો રાજકીય ઇતિહાસ જોઈએ તો 18 વર્ષથી એક ચૂંટણી ભાજપ જીતે અને એક કૉંગ્રેસ જીતે છે. આ બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાનો દબદબો રહ્યો છે. બેઠક પર કુલ 15માંથી 8 ચૂંટણીમાં કૉંગ્રેસને સફળતા મળી છે, જ્યારે 6 ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. કિરીટસિંહ 4 ચૂંટણી જીત્યા છે અને ત્રણ ચૂંટણી હાર્યા છે.

  લીંબડી બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં કોણ જીત્યું કોણ હાર્યું?

  2017: કૉંગ્રેસના સોમાભાઈની જીત
  2013: પેટા ચૂંટણી કિરીટસિંહ જીત્યા
  2012: કૉંગ્રેસના સોમાભાઈ સફળ રહ્યા
  2007: કિરીટસિંહ રાણાની જીત
  2002: કૉંગ્રેસમાંથી ભવાનભાઈ ભરવાડની જીત

  લીંબડી બેઠકનું જ્ઞાતિ સમીકરણ

  તળપદા કોળી---------32.7
  ચુંવાળિયા કોળી-------9.8
  દલિત-----------------16.1
  ક્ષત્રિય-----------------11.4
  માલધારી--------------3.2
  અન્ય -----------------16.8

  ચાર પેટા-ચૂંટણીમાં ભાજપની જીત!

  લીંબડી બેઠક પર ચાર પેટા-ચૂંટણીની વાત કરવામાં આવે તો તેમાં ભાજપની જીત થઈ છે. જેમાં 1982માં કિરીટસિંહના પિતા અને ત્યારે બાદ 1995 અને 2013માં કિરીટસિંહ પેટા-ચૂંટણી જીતી ગયા હતા. હવે 2020ની પેટા-ચૂંટણીમાં પણ કિરીટસિંહની જીત થઈ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: