સુરેન્દ્રનગર: અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો, એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર

News18 Gujarati
Updated: September 22, 2020, 8:55 PM IST
સુરેન્દ્રનગર: અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો, એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતા ચકચાર
ઢેઢુકી ગામમાં બીજા એક ખેડૂતો આપઘાત કરી લેતા ચકચાર

એક જ ગામના બે ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, અને તંત્ર પણ હચમચી ગયું છે.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : જિલ્લામાં અતિવૃષ્ટિના (Over rain) કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતો (Farmers)ને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ (Crop failure) થઇ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થ‌ઈ આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, બીજીબાજુ સરકારની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે. ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યા છે. (Suicide of farmer)

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 25 વર્ષિય જવાનજોધ ખેડૂતે 10 વિઘાનો પાક નિષ્ફળ જતા ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.

વિગતે ઘટના જોઈએ તે, સાયલા તાલુકાના ઢેઢુકી ગામના રહેવાસી 25 વર્ષિય ચંદુભાઈ હેમંતભાઈ ખમાણીએ 10 વિઘા જમીનમાં તલના પાકનું વાવેતર કર્યું હતું, જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખુબ વધારે વરસાદ થવાથી પાક નિષ્ફળ ગયો, આ ખેડૂતે જેમ-તેમ પૈસા ભેગા કરી જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતા આર્થિક સંકડામણમાં આવી ગયો, અને ખેતરમાં તઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે.

આ પણ વાંચોસુરેન્દ્રનગરનો કેવલ પટેલ અકસ્માતમાં થયો બ્રેઈન ડેડ, તેના હૃદયે સુરતના 22 વર્ષિય શ્રીપાલ લાલનને આપ્યું નવજીવન

મહત્વની વાત એ છે કે, માત્ર ચાર દિવસમાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં જ આ બીજા ખેડૂતે આપઘાત કરી લીધો છે. એક જ ગામના બે ખેડૂતએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, અને તંત્ર પણ હચમચી ગયું છે. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે જવાનજોધ દીકરો ગુમાવી દેતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ સાયલા તાલુકાના ઢેઢુકી ગામનાં ખેડૂત યુવાન પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડ ઉ.વ.35 એ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોક નું મોજું ફરી વળેલ છે.

તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહમાં આવી ઘટના જૂનાગઢમાં બની હતી. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
Published by: kiran mehta
First published: September 22, 2020, 8:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading