ધ્રાંગધ્રાના નિમકનગરમાં અગરિયા, ખેડૂતો, માલધારી, માછીમાર સમુદાયનું સંમેલન યોજાયું

News18 Gujarati
Updated: August 27, 2019, 5:46 PM IST
ધ્રાંગધ્રાના નિમકનગરમાં અગરિયા, ખેડૂતો, માલધારી, માછીમાર સમુદાયનું સંમેલન યોજાયું
ધ્રાંગધ્રા તાલુકામાં નિમકનગરમાં અગરિયા, ખેડૂતો, માલધારી, માછીમાર સમુદાયનું સંમેલન યોજાયું

રણ કાંઠાના ગામો ના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરી

  • Share this:
અગરિયા સમુદાય સદીઓથી મીઠું પકવે છે. તેઓ ઘુડખર અને અન્ય પ્રાણીઓ સાથે હળી મળી ને રહે છે. તેના વચ્ચે ક્યાંય ઘર્ષણ નથી. ઘુડખર ની સંખ્યા વધી છે, રણમા યાયાવર પક્ષી, અને અનેક પ્રાણીઓ, પક્ષી નો આશરો છે. અગરિયા સમુદાય ના વન અધિકાર કાયદા અંતર્ગત "સીઝનલ સામુદાયિક વપરાશ" ના અધિકારો માટે ની માંગણી સરકાર ના સ્તરે પડતર પડી છે. તેના પર સરકાર ખુબજ ગંભીરતા પૂર્વક વિચારી રહી છે.

અગરિયા ને મીઠાના માં પાક વીમો, ટેકાના ભાવ મળે તે માટે તેને કૃષિ ઉત્પાદન તરીકે નો દરજ્જો મળે તે માટે પણ ગાંધીનગર સ્તરે તે માટે ચર્ચા વિચારણા શરૂ છે.આવનારા દિવસોમાં અગરિયાઓ તેમના લોક પ્રતિનિધિઓની સાથે આ મુદ્દાઓ ચર્ચા માં લેવાશે. હાલ માં ચર્ચાતો રણ સરોવર પ્રોજેકટ અંગે કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલાં રણ ના ફરતા કચ્છ, પાટણ શહેરના, બનાસકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 150 ઉપરાંત ગામોમાંથી આવતા અગરીયા સમુદાય સાથે વિગતે ચર્ચા કરવી પડશે.

અગરિયા ની સાથે સાથે આ ઘુડખર, પર્યાવરણ , અને હજારો પ્રાણીઓ ના અસ્તિત્વ નો પણ સવાલ છે. રણ ઉપર નિર્ભર ઈવા માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ પણ સંમેલન માં જોડાયા હતા. તેઓએ કહ્યું કે દરિયાનું પાણી રણ માં આવે અને ભાંભરૂ પાણી બને અને તેના પર હજાર પરિવારો નભે છે. 300 કરોડ ઉપરનું હૂંડિયામણ આમાંથી પેદા થાય છે. રણ સરોવર માટે રણનું મોઢુ બંદ કરવાથી ઝીંગા વ્યવસાય પર શું અસર પડવાની છે તે અંગે અમો અમારા પ્રતિનિધિઓ સરકારમાં ઉચ્ચ સ્તરે રજુઆત કરશે.

માળીયા મિયાણા રણને બચાવવા, રણ નું પર્યાવરણ, પ્રાણીઓને બચાવવા તેઓએ અગરિયાઓ ની સાથે જોડાઈ જશે. રણની ફરતે માલધારી સમાજ રણ ઉપર નિર્ભર છે એમના રણમાં જવાના આવવાના રૂટ, રસ્તાઓ છે. વન અધિકાર કાયદાઓ અંતર્ગત આ અધિકારોને માન્યતા આપવાની થાય છે. અહીં નાના મોટા માલ રાખી તેમના ગુજરાન ચલાવે છે. આખા રણના ફરતે હજારો ની સંખ્યામાં તેમની વસ્તી છે. તેઓએ એક અવાજે રણ, અભયારણ્ય, પ્રાણીઓ અને લોકોના સહ અસ્તિત્વના આ પ્રશ્નો માં તેમનો ટેકો જાહેર કર્યો હતો.

રણ કાંઠાના ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી કે રણ કાંઠાની ખેતી રણ ના અસ્તિત્વ પર નિર્ભર છે. રણ હોવું અમારા માટે જરૂરી છે. ઘુડખર અને અહીંનું પર્યાવરણના જતન આ અમારો ફાળો છે. ખેડૂત સમુદાય અગરિયા, માછીમાર, માલધારી, કોલસા પાડનાર સમુદાય ના અસ્તિવ ની હક્ક ની લડાઇ સાથે ખભે ખભા મિલાવી સાથે ઉભા હશે. રણ માં સદીઓથી મીઠા સાથે સંકળાયેલા દરબાર સમુદાય ના પ્રતિનિધિઓ એ પણ સમુદાય ના સંઘર્ષ માં જોઈતા તમામ દસ્તાવેજી પુરાવાઓ આપવાની અને સાથ આપવાની વાત કરી હતી.

લોકોની આ વેદના સાંભળવા વિસ્તારના ધારાસભ્ય પુરુષોત્તમ સાાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમને સમુદાય ના પ્રશ્નો, વન અધિકાર કાયદામાં વિવિધ સમુદાયોના આજીવિકાના અધિકારો મેળવવા તેમનો અને સરકારનો પૂરો ટેકો જાહેર કર્યો અને આવનારા દિવસોમાં તે માટે ખાસ બેઠકો યોજવાનું જાહેર કર્યું હતું.આવનારા દિવસોમાં રણ કાંઠાના ગામોમાં ગ્રામસભાઓ દ્વારા આ મુદ્દાઓ પર વિગતે ચર્ચાઓ હાથ ધરાશે. જેમાં હિત ધરાવતા તમામ સમુદાયો ને સાથે રાખી રણ અને સમુદાયો ના સહ અસ્તિત્વ અને વિકાસ ની વાત લોક પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગર અને દિલ્લી સ્તરે પહોંચાડવામાં આવશે.
First published: August 27, 2019, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading