સુરેન્દ્રનગર: રાજકોટ-લીંબડી હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

અકસ્માત બાદ પીકઅપ વાન પલટી ગઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માત: લીંબડી-રાજકોટ હાઇવે પર લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દૂરના અંતરે અકસ્માત સર્જાયો.

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માત (Road Accident) બન્યો છે. જોકે, સદનસિબે આ વખતે કોઈ જાનહાની નથી થઈ. આ વખતે પેટ્રોલ ભરેલા ટેન્કર (Petrol Tanker) અને પીકઅપ વાન (Pickup Vehicle) વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાન ડિવાઇર પર પલટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જિલ્લામાં ડમ્પર અને ઇકો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પરિવારનો માળો વિખાયો હતો. અકસ્માતમાં કુલ સાત લોકોનાં મોત થાય હતા.

  મળતી માહિતી પ્રમાણે લીંબડી-રાજકોટ હાઇવે પર લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દૂરના અંતરે આ અકસ્માત સર્જાયો છે. જેમાં પેટ્રોલ ભરેલા ટેન્કર અને યુટીલીટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યકિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કરમાંથી પેટ્રોલ ઢોળાયું કે લીક થયું હોત તો મોટી જાનહાની સર્જાઈ શકતી હતી. જોકે, સદનસીબે પીકઅપવાન જ પલટી ગઈ હતી અને ટેન્કર રસ્તાને નુકસાન થયું ન હતું. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે.  અકસ્માતના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટેન્કર રસ્તા પર પડ્યું છે જ્યારે યુટિલિટી વાન ડિવાઇડર વચ્ચે પલટી ગઈ છે. યુટિલીટી વાનમાં સામાન ભરેલો હોવાનું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ગત અઠવાડિયે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા. જ્યાં એક ડમ્પર સાથે ટક્કર બાદ ઈકો કારમાં સવાર સાત લોકો જીવતા ભુંજાયા હતા.

  આ પણ વાંચો: 

  મળતી માહિતી પ્રમાણે જિલ્લાના ખેરવા ગામ ખાતે ડમ્પર અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતને કારણે વારાહી તાલુકાના કોરડા ગામ અને રાધનપુર તાલુકાના એક ગામના એક પરિવાર મળીને કુલ સાત લોકો જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં કોરડા ગામના ચાર લોકો કે જેમાં પતિ-પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે, તેમજ રાધનપુરના નાનપુરા ગામના એક પરિવારના ત્રણ સભ્યો કે જેમાં પતિ-પત્ની અને એક પુત્રનો સમાવેશ થાય છે.

  આ પણ જુઓ-

  તમામ લોકો ચોટીલા ખાતે દર્શન કરીને મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇકો કારના ડ્રાઇવરે ત્રણ જ દિવસમાં 1,500 કિલોમીટર કરતા વધારે કાર ચલાવી હતી. કાર ચલાવતી વખતે ઝોકું આવી જતાં અકસ્માત થયો હોઈ શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: