13 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરીને લખ્યો Love લેટર, બંને પરિવારના 10 ઘાયલ

News18 Gujarati
Updated: February 23, 2019, 3:01 PM IST
13 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરીને લખ્યો Love લેટર, બંને પરિવારના 10 ઘાયલ
છોકરાના પરિવારનું કહેવું છે કે આ લોકો જુથી કહાની બનાવી રહ્યા છે. અમારા દીકરાએ કોઈ લવ લેટર નથી લખ્યો

છોકરાના પરિવારનું કહેવું છે કે આ લોકો જુથી કહાની બનાવી રહ્યા છે. અમારા દીકરાએ કોઈ લવ લેટર નથી લખ્યો

  • Share this:
ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લામાં 13 વર્ષના છોકરાએ એક 10 વર્ષની છોકરીને આઈ લવ યૂ કહી દીધુ, ત્યારબાદ બંનેના પરિવાર એક બીજા સાથે બાખડી પડ્યા. એટલું જ નહી, આ સામાન્ય ઝગડો અચાનક હિંસામાં પરિવર્તિત થઈ ગયો અને બંને પરિવારના લગભ 10 લોકો ઘાયલ થયા. સુરેન્દ્રનગર જીલ્લાના ગોલીડા આનંદપુર ગામની આ ઘટનામાં છોકરા અને છોકરીના પરિવારે એક બીજા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છોકરો વારંવાર છોકરીની છેડતી કરતો હતો અને તેને આઈ લવ યૂ કહેતો હતો. દાવો છે કે, છોકરો, છોકરીની બેગમાં સ્કૂલમાં લવ લેટર પણ મુકી દેતો હતો. ગુરીવારે આ મામલો ઉગ્ર બન્યો. જેમાં 10 લોકો ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હોસ્પિટલના એક અધિકારી અનુસાર, છોકરીએ છોકરાની ફરિયાદ પોતાના પરિવારને કરી. આ દરમ્યાન છોકરીના પરિવારના લોકો છોકરાને ત્યાં ગયા. વાતચીત થઈ રહી હતી, એ દરમ્યાન જ છોકરાના પરિવારજનો નારાજ થઈ ગયા, અને છોકરીના પરિવાર પર હુમલો કરી દીધો.

અધિકારીએ જણાવ્યું કે, છોકરાના પરિવારજનોએ છોકરીના પરિવારની આંખમાં મરચાનો પાવડર નાખ્યો અને પછી બેટ, લોખંડના સળીયા અને કુલ્હાથી હુમલો કર્યો, જેમાં 6 લોકો ઘાયલ થયા.

આ બાજુ છોકરાના પરિવારનો આક્ષેપ છે કે, છોકરીના પરિવારે હુમલો કર્યો. તેમનું કહેવું છે કે, બેટ, લોખંડના સળીયા અને કુલ્હાથી તેમણે હુમલો કર્યો. જેમાં 4 લોકો ઘાયલ થયા. છોકરાના પરિવારનું કહેવું છે કે આ લોકો જુથી કહાની બનાવી રહ્યા છે. અમારા દીકરાએ કોઈ લવ લેટર નથી લખ્યો.
First published: February 23, 2019, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading