Home /News /kutchh-saurastra /સુરેન્દ્રનગર: ચુડાના ઝોબળા ગામે તીક્ષ્ણ હથિયારો સાથે ધીંગાણું, 10ને ઈજા, બેની હાલત ગંભીર

સુરેન્દ્રનગર: ચુડાના ઝોબળા ગામે તીક્ષ્ણ હથિયારો સાથે ધીંગાણું, 10ને ઈજા, બેની હાલત ગંભીર

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત લોકો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી મારામારી અને જૂથ અથડામણના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે

    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી મારામારી અને જૂથ અથડામણના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. જેમાં પાટડી, વઢવાણ, લીંબડી, સુરેન્દ્રનગર વિસ્તારોમાં નાની-નાની બાબતોમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે ફરી સુરેન્દ્રનગર જીલ્લાના જ એક ગામમાં જૂથ અછડામણનો મામલો સામે આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ઝોબળા ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણુ ખેલાઈ ગયું છે. જમીન બાબતે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને રીતસર બે જૂથે સામ સામે તીક્ષ્ણ હથીયારો સાથે એક બીજા પર તુટી પડ્યા.

    આ ઘટનામાં એક મહિલા સહિત 10 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે લીંમડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઝોબળા ગામે ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે તુરંત એક્શનમાં આવીને તોફાનીઓને વેરવિખેર કરી પરિસ્થિતિ પર કાબુ મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા 7 નવેમ્બરે સુરેન્દ્રનગરના પાટડીમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં પણ અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Between, Blows, Surendranagar, Two groups

    विज्ञापन
    विज्ञापन