એક કરોડની ચાંદીની ઠગાઇમાં ભાગીદાર બે વર્ષ બાદ પોલીસ પકડમાં

A
Updated: January 1, 1970, 5:30 AM IST
એક કરોડની ચાંદીની ઠગાઇમાં ભાગીદાર બે વર્ષ બાદ પોલીસ પકડમાં
રાજકોટઃ સોની બજારમાં આવેલ માંડવી ચોક પાસે આર શંકરલાલ આંગડીયા પેઢીના ભાગીદારોએ દિલ્હી મોકલાવેલો રૂ. એક કરોડની ચાંદીનો જ્થ્થો બારોબાર સગેવગે કરી ઠગાઈ કર્યાની ફરિયાદ બે વર્ષ પૂર્વે એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. ગઈકાલે એ ડિવિઝન પોલીસે મૂળ રાજ્સથાનનો વતની અને દિલ્હીમાં રહેતા ભાગીદાર પ્રેમરામ દેસાઈની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસની 14 દિવસના રીમાન્ડની માંગણી સામે કોર્ટે આરોપીના 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.

  • Share this:
રાજકોટઃ સોની બજારમાં આવેલ માંડવી ચોક પાસે આર શંકરલાલ આંગડીયા પેઢીના ભાગીદારોએ દિલ્હી મોકલાવેલો રૂ. એક કરોડની ચાંદીનો જ્થ્થો બારોબાર સગેવગે કરી ઠગાઈ કર્યાની ફરિયાદ બે વર્ષ પૂર્વે એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. ગઈકાલે એ ડિવિઝન પોલીસે મૂળ રાજ્સથાનનો વતની અને દિલ્હીમાં રહેતા ભાગીદાર પ્રેમરામ દેસાઈની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસની 14 દિવસના રીમાન્ડની માંગણી સામે કોર્ટે આરોપીના 5 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જૂન 2013ની સાલમાં સોની બજારમાં આવેલી માંડવી ચોક પાસેના પલ્લવ પ્લાઝા બિલ્ડીંગમાં આર શંકરલાલ આંગડીયા પેઢી આવેલી હોઈ આ પેઢીના ભાગીદાર શંકરલાલ ભલાભાઈ રાઠોડ, રતન સિંહ બલદેવ પરમાર, પ્રેમારામ જગારામ દેસાઈ, મહાવિરસીંહ જબારસિંહ રાઠોડ સહિત ચાર શખ્સો સામે વેપારી મનસુખલાલ રામજીભાઈ પરમારે એ ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સોની બજારમાં અનેક વેપારીઓ દ્વારા દિલ્હી તથા ભારતના અન્ય રાજ્યોમાં સોના ચાંદીના દાગીનાનો માલ પહોંચાડવાનું કામ કરતાં આર.શંકરલાલ આંગડીયા પેઢીના ઉપરોક્ત ચારેય ભાગીદારો પાંચ વર્ષ સુધી માલ વેપારીઓને પહોંચાડી વિશ્વાસ કેળવી બાદમાં ગત જૂન- 2013 ના રાજકોટ સોની બજારના વેપારીઓએ મોકલાવેલ અંદાજે 450 કિલો ચાંદી કિમંત રૂ. એક કરોડનો માલ આર.શંકરલાલ પેઢી મારફતે દિલ્હી મોકલાવ્યો હતો. પરંતૂ માલ દિલ્હીના વેપારીઓને પહોંચાડવાને બદલે આંગડીયા પેઢીના ભાગીદારોએ રૂ. એક કરોડની ચાંદી બારોબાર સગેવગે કરી ઠગાઈ કરી આંગડીયા પેઢીને તાળા લગાવી રફૂચક્કર થઈ ગ્યા હતા. આ બનાવ બાદ આંગડીયા પેઢીના ભાગીદારો સામે વેપારીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલિસ મથકના પી.આઈ સી.બી રાઠોડ એન્ડ ટીમે તપાસ હાથ ધરી હતી. આ સંદર્ભે પોલિસે પ્રેમારામ જગારામ દેસાઈની ધરપકડ કર્યા બાદ ચાંદીનો જ્થ્થો કબ્જે કરવા અને અન્ય શખ્સોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published: September 26, 2015
વધુ વાંચો
अगली ख़बर