જુનાગઢ સક્કર બાગ ઝૂમાં આઠ વર્ષ બાદ વરુ માદાએ બચાને જન્મ આપ્યો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢ સક્કર બાગ ઝૂમાં આઠ વર્ષ બાદ વરુ માદાએ બચાને જન્મ આપ્યો
જુનાગઢઃજુનાગઢ સક્કર બાગ ઝૂ માં આઠ વર્ષ બાદ વુલ્ફ એટલે કે વરુ માદાએ બચાને જન્મ આપ્યો છે. આ માદા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઝૂ સત્તાધીશોના અથાગ પ્રયાસોને લઇ વરુ માદાએ બચાને જન્મ આપ્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
જુનાગઢઃજુનાગઢ સક્કર બાગ ઝૂ માં આઠ વર્ષ બાદ વુલ્ફ એટલે કે વરુ માદાએ બચાને જન્મ આપ્યો છે. આ માદા ઈજાગ્રસ્ત હાલતમાં  મળી આવી હતી. ઝૂ સત્તાધીશોના અથાગ પ્રયાસોને લઇ વરુ માદાએ બચાને જન્મ આપ્યો છે.
સુરેન્દ્રનગરના વન્ય પ્રેમીને  બજાણા વિસ્તારના રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં માદા વરુ મળી આવી હતી. પ્રથમ તેણે આણંદ  વેટરનરીમાં સારવાર કરાવી ત્યાં તેનો એક પગ કાપવો પડ્યો અને બીજો પગ પણ ઈજાગ્રસ્ત હોવાથી તે ચાલી શક્તિ  ન હતી. ત્યાર બાદ આ ઈજાગ્રસ્ત માદા વરુને જુનાગઢ સક્કર બાગ ઝૂ કે વરુ ના કનજવેશન માટે મુખ્ય ઝૂ છે. ત્યાં અા ઈજાગ્રસ્ત માદાને મુકવામાં આવી છે.
જુનાગઢ ઝૂ માટે પણ એક પડકાર હતો કે આ ત્રણ પગ ધરાવતી માદા વરુ ને કઈ રીતે બચાવી શકાય. ઝૂ ના પ્રયાસો થી તે બચી ગઈ પણ તેની પ્રજાતિ માટે પ્રાણી વિનિમય હેઠળ જોધપુ, જયપુર અને  મૈસુર થી ત્રણ નર વરુ લાવવામાં આવ્યા અને ઈજાગ્રસ્ત આ માદા વરુ એ મૈસુરના નર ને પોતાનો જીવન સાથી પસંદ કર્યો અને અશક્ય એવી ઘટના બની અને તેણે બચાને જન્મ આપ્યો અને તેને અનુકુળ એવી તમામ ગોઠવણ તેના પિંજરામાં કરવામાં આવી  છે.
 
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर