મારા માટે આ મંચ સરસ્વતીનો ખોળો, કલાકારોને દારૂડિયા ગણાવતાં દુ:ખી : સાંઈરામ

સ્વામીનારાયણ સંપ્રદાયના (swaminarayan) સંતે કલાકારોને દારુડિયા કહેતાં સાંઈરામ (SaiRam Dave), માયાભાઈ આહિર (MayaBhai Ahir), જય વસાવડા (Jay vasavada) સહિતના કલાકાર- લેખકોએ 'રત્નાકર' (Ratnakar Award)એવોર્ડ પરત કર્યો

News18 Gujarati
Updated: September 13, 2019, 1:01 PM IST
મારા માટે આ મંચ સરસ્વતીનો ખોળો, કલાકારોને દારૂડિયા ગણાવતાં દુ:ખી : સાંઈરામ
સાંઈરામ દવેની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય: સાઈરામ દેવ/ ફેસબુક)
News18 Gujarati
Updated: September 13, 2019, 1:01 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : નિલકંઠવર્ણી મુદ્દે મોરારિબાપુ (MorariBapu)અને સ્વામિનારાયણ (swmiNarayan)સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદમાં હવે નવો મોડ આવ્યો છે. મોરારિબાપુના સમર્થનમાં ગુજરાતના જાણીતા કટારલેખક જય વસાવડા, સાહિત્યકાર માયાભાઈ આહીર અને અનુભા ગઢવી બાદ હવે સાઈરામ દવે (sairam Dave)એ પણ સ્વામિનારાયણ સંસ્થાને આપેલો અવોર્ડ પાછો આપી દીધો છે. તેમના આ પગલાંને કારણે આ વિવાદ ફરી પાછો ચર્ચામાં આવી ગયો છે.

સાઈરામે કહ્યું, આ નિવેદન કલાજગત માટે કુઠારાઘાત


સાઈરામે કહ્યું કે 'ગુજરાતની આધ્યાત્મીક તંદુરસ્તી છેલ્લા દિવસોમાં બગડી. મોરારિબાપુની એક વાતને લઈને વિવાદ વકર્યો. ગુજરાતના શ્રદ્ધાળુઓ ખાસ કરીને બાપુ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. આ દરમિયાન સ્વામીનારાયણના કોઈ એક સંતે કહ્યું કે દારૂ પીને આવતાં કલાકારો પણ બોલે છે. આ મંચ અમારા માટે સરસ્વીતનો ખોળો છે. અમે તેની ગરિમા જળવાય તેવી કોશિશ કરતા રહીએ છીએ. સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલો 'રત્નાકર' એવોર્ડ ખૂબ દુ:ખી થઈને પરત આપું છું. જે રાશિ મને આપવામાં આવેલી એ પણ પરત આપું છું.'

આ પણ વાંચો : જય વસાવડા, માયાભાઈએ મોરારિબાપુના સમર્થનમાં સ્વામિનારાયણ સંસ્થાએ આપેલો એવોર્ડ પાછો આપ્યો

હું વ્યસનોથી દૂર રહી શક્યો તેનું કારણ ગુરુકુળ : સાંઈરામ
Loading...

સાઈરામે વધુમાં કહ્યું કે 'હું તો વ્યસનોથી દૂર રહી શક્યો તેનું કારણ ગુરુકુળ છે. હું ગુરુકુળના વિદ્યાર્થી છું અને એટલે જ ગર્વથી કહી શક્યો છું કે હું નિર્વ્યસની છું. કલાકારોને દારૂડિયા ગણાવામાં આવતાં હોય તો આ કલાકજગત માટે કુઠારાઘાત છે. હું સનાતન હિંદુ ધર્મના પક્ષમાં મારો રત્નાકર એવોર્ડ પુરા માન સન્માનથી પરત કરૂં છું. '

બગસરા / સરધાર સ્વામીનારાયણ સંસ્થા તરફથી વર્ષ 2005માં 'રત્નાકર' એવોર્ડ આપવામાં આવ્યો હતો. મોરારિબાપુના સમર્થનમાં ગઈકાલે લેખક જય વસાવડા, માયાભાઈ આહિરે આ એવોર્ડ પરત કરી દીધો હતો. હવે આ યાદીમાં હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાઈરામ પણ જોડાયા છે.

શું હતો વિવાદ?

જાણીતા રામ કથાકાર મોરારિબાપુએ પેરિસની એક કથામાં કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. જો કોઈ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો એ શિવ નથી પણ બનાવટી નીલકંઠ છે. હવેના સમયમાં નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું તે નીલકંઠ છે. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન કહેવાય. મોરારિબાપુની આ વાત સાંભળીને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી હતી. તેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પણ જોવા મળી. બાપુના નીલકંઠવર્ણી પર કટાક્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો નારાજ થયા હતા. આ ટિપ્પણી બાદ સનાતન ધર્મ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે ધર્મયુદ્ધ છેડાયું હતું. અંતે જૂનાગઢના સાધુ-સંતોની મધ્યસ્થતા બાદ સમાધાન થયું હતું. જોકે, હજુ પણ આ મુદ્દે નિવેદન બાજી ન અટકતાં કલાકારોએ 'એવોર્ડ વાપસી' કરી છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...