કચ્છમાં સૂર્ય ફરતે 'વાળો' રચાતા લોકો રોમાંચિત, સારો વરસાદ પડવાની માન્યતા

News18 Gujarati
Updated: August 14, 2019, 3:56 PM IST
કચ્છમાં સૂર્ય ફરતે 'વાળો' રચાતા લોકો રોમાંચિત, સારો વરસાદ પડવાની માન્યતા
કચ્છમાં સર્જાયેલી ખગોળીય ઘટનાનો નજારો પ્રત્યક્ષદર્શીઓએ મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

બુધવારે બપોરે કચ્છ અને તેની આસપાસના 200-300 કિલોમીટર વિસ્તારમાં ખગોળીય ઘટના સર્જાઈ

  • Share this:
મેહુલ સોલંકી, કચ્છ : બુધવારે બપોરે કચ્છના આકાશે એક ખગોળીય ઘટના સર્જાઈ હતી. બધુવારે કચ્છ અને તેની આસપાસના બસ્સોથી ત્રણસો કિલોમીટરના વિસ્તારમાં સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જેવું ગોળ કુંડાળું રચાતાં કુતુહલ સર્જાયું હતુ઼. રોમાંચીત થયેલા લોકો અને ખગોળરસિકોએ પણ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

કચ્છમાં અનેક જગ્યાએ સૂર્ય ફરતેનું સર્કલ દેખાતાં લોકોએ રોમાંચ અનુભવ્યો હતો. વડીલો સૂર્ય આસપાસ સર્જાયેલા કુંડાળાને વાળો’ કહે છે. એવી લોક માન્યતા પ્રવર્તે છે કે, ચન્દ્ર આસપાસ આવું વાળું રચાય તો પવન વાય પણ સૂર્ય આગળ ‘વાળો’ રચાય તો થોડાંક દિવસમાં ખૂબ સારો વરસાદ વરસતો હોય છે.

આ પણ વાંચો :  બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા પાંચ પાયલટને મળશે વાયુ સેના મેડલ

આ વર્ષે કચ્છમાં 102 ટકા જેટલો વરસાદ વર્ષી ગયો છે. આ ખગોળીય ઘટના બાદ કચ્છમાં ફરી સારા વરસાદના એંધાણ સર્જાય તેવી શકયતા છે કચ્છનાં વરિષ્ઠ લોકોએ જણાવ્યું કે ભુજમાં વાદળછાયું વાતાવરણ હોવાથી થોડો સમય માટે અવરોધ સર્જાયો બાદ વાદળો હટતાં જ અનેક લોકોએ સૂર્ય ફરતે વાળા જેવા દર્શીત થતા આ કુંડાળાને જોવાનો લહાવો લીધો હતો.

આ પણ વાંચો :  MBBSની ડિગ્રી પછી 1 વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપો તો રૂ. 20 લાખનો દંડ થશે

કચ્છમાં ક્યાંક ગાઢ તો ક્યાંક ઓછું સર્કલ દેખાવા સાથે અમુક વિસ્તારોમાં લોકોને સૂર્ય ફરતે પૂર્ણ રંગીન મેઘધનુષી કુંડાળુ જોવા મળ્યું હતું.પૃથ્વીથી ઉપર 5થી 10 કિલોમીટરના વાતાવરણમાં રહેલાં વાદળોના આઈસ ક્રિસ્ટલ્સમાંથી પસાર થતાં સૂર્ય પ્રકાશનું 60 ડીગ્રીથી પરાવર્તન થાય ત્યારે આવું કુંડાળુ રચાતું હોય છે. જે ત્રણસોથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં દ્રશ્યમાન થતું હોય છે. ખગોળ ભાષામાં આ કુંડાળાને ‘સન હાલો' કહેવાય છે. હવામાન શાસ્ત્રીઓ આવી ઘટનાને વાતાવરણિય વિક્ષોભ સાથે સરખાવતા હોય છે.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...