રાજકોટ : 'આને કહેવાય ચમત્કાર,' યુવકે 11માં માળેથી લગાવી મોતની છલાંગ, નસીબમાં જિંદગી હતી

રાજકોટ : 'આને કહેવાય ચમત્કાર,' યુવકે 11માં માળેથી લગાવી મોતની છલાંગ, નસીબમાં જિંદગી હતી
રાજકોટમાં આપઘાતના પ્રયાસની ઘટનામાં યુવકનો ચમત્કારીક બચાવો થયો હતો.

યુવકે કૂદકો માર્યો અને આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ મોતને વ્હાલું કરવા આવેલા યુવકનો જીવ પૂઠ્ઠાના ઢગલાએ બચાવી લીધો

  • Share this:
રાજકોટ : ઓલી કહેવત છે ને કે 'રામ રાખે એને કોણ ચાખે' આ કહેવત રાજકોટ શહેરમાં આપઘાતનો પ્રયાસ કરવા ગયેલા એક યુવકને બરોબર લાગુ પડી છે. લગ્નના 10 દિવસ પહેલાં બહુમાળી ઈમારતનાં 11માં માળેથી મોતની છલાંગ લગાવનાર યુવકના નસીબમાં મોત નહોતું એટલે એ બચી ગયો. ઘટનાનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થયો. આ વીડિયો જોઈને તમે પણ કહી દેશો કે 'આને જ કહેવાય ચમત્કાર' યુવકે કૂદકો માર્યો અને આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ નીચે જમીન પર મોતને વ્હાલું કરવા આવેલા યુવકનો જીવ પૂઠ્ઠાના ઢગલાએ બચાવી લીધો. જોકે, 11માં માળેથી પટકાયેલા યુવકને ગુરૂત્વાકર્ષણના કારમે પૂઠ્ઠામાં પટકાવવું પણ ભારે તો પડ્યું જ પરંતુ જીવ તો બચી ગયો.

બનાવની વિગતો એવી છે કે રાજકોટના અતિ પ્રસિદ્ધ એવા 150 ફૂટના રંગ રોડે રૈયા ટેલિફોન એક્ષચેન્જ આવેલું છે. આ એક્ષચેન્જની લગોલગ એક બહુમાળી ઈમારત આવેલી છે. ઈમારતનું નામ છે આલ્ફા પ્લસ. આ આલ્ફાની છતે ચઢીને એક યુવકે મોતની છલાંગ લગાવી હતી.આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

જોકે, નીચે અગાઉ જણાવ્યા મુજબ મોત નહોતું પણ જિંદગી હતી એટલે પૂઠાના ઢગ પર પટકાતા જીવ બચી ગયો હતો. જોકે, હાજર લોકોએ આપઘાત કરનાર આ પીડિત યુવકને દવાખાને લઈ જવા 108 બોલાવી હતી. જોકે, 108 આજકાલ કોરોનાના કારણે એક સેકન્ડ માટે નવરી નથી પડતી એટલે લોકોએ એની રાહ જોયા વગર યુવકને રીક્ષામાં નાખી અને દવાખાના ભેગો કર્યો હતો.દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ ચિત્રમાં આવી અને તપાસના ચકરડાં ફેરવવાના શરૂ કર્યા હતા. પોલીસની પ્રાથમિક તવપાસમાં સામે આવ્યું કે કે આપઘાતનો પ્રયાસ કરનાર યુવક ધ્રોલ પાસે કારખાનું ધરાવનાર હાર્દિક હતો. હાર્દિકના રાજકોટના હાર્દસમા સાધુવાસવાણી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહે છે.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

પિતા ગામડે ગયા હતા અને નાનો ભાઈ અને પીડિત યુવક બંને એકલા જ ઘરે હતા. દરમિયાનમાં હાર્દિક ઘરેથીકપડાં લેવા જાવ છું એમ કહીને નીકળો હતો. જોકે, તે અગમ્ય કારણોસર રૈયા એક્ષચેંજ પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે પડતું મૂક્યું હતું.

જોકે, હાર્દિકે આ આપઘાત કેમ કર્યો તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાનમાં સોશિયલ મીડિયામાં આ વીડિયોને પણ રામ રાખે તેને કોણ ચાખેના સંદર્ભમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Published by:Jay Mishra
First published:April 13, 2021, 19:24 pm

ટૉપ ન્યૂઝ