Home /News /kutchh-saurastra /

રાજકોટમાં ફાયરિંગની ઘટના: 'મારા પિતા નિવૃત્ત PI છે, ભાઈ સાઇબર ક્રાઈમમાં છે, દોડવું હોઈ ત્યાં દોડી લે'

રાજકોટમાં ફાયરિંગની ઘટના: 'મારા પિતા નિવૃત્ત PI છે, ભાઈ સાઇબર ક્રાઈમમાં છે, દોડવું હોઈ ત્યાં દોડી લે'

રાજકોટમાં ફાયરિંગની ઘટના

Rajkot Crime: રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ એક પછી એક ગુનાખોરીના બનાવો. હવે રોંગ સાઇડમાં વાહન ચલાવવા બાબતે ફાયરિંગની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું.

રાજકોટ: રાજકોટમાં વધુ એક વખત જાણે કે કાયદાનો ડર જ ન હોય તે રીતે હત્યાના પ્રયાસ અને ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા (Rajkot Law and order situation)ની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ગુંડા તત્વોમાં ખાખીનો ખૌફ બની રહે તો માટે ઠેર ઠેર ફૂટ પેટ્રોલિંગ (Foot patrolling) પણ કરવામાં આવે છે. બીજી તરફ રાજકોટમાં જાણે કે ખાખીનો ખૌફ ઓસરી ગયો હોય તે પ્રમાણેની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. શુક્રવારના રોજ મોડી રાત્રે રાજકોટની માધાપર ચોકડી પાસે એક યુવકને માથાના ભાગે હથિયાર ઝીંકી હવામાં ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે (Gandhigram police) આર્મ્સ એક્ટ તેમજ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં આરોપીએ પીડિતને પોતાના પિતા નિવૃત્ત પીઆઈ હોવાનો તેમજ ભાઈ સાઇબર ક્રાઇમમાં હોવાનો દમ પણ માર્યો હતો.

રોંગ સાઇડમાં વાહન ચલાવવા બાબતે બોલાચાલી


પ્રાપ્ત માહિતી અનુસાર ચેતનભાઈ રાઠોડ અને તેના ભાઈ સતિષભાઈ રાઠોડ રોડ પર જઇ રહ્યા હતા ત્યારે છોટા હાથીમાં બ્રિજરાજસિંહ ચુડાસમા નામની વ્યક્તિ રોંગ સાઈડમાં વાહન ચલાવીને આવી રહ્યા હતા. આ બાબતે ફરિયાદીના ભાઈ સતિષભાઈ રાઠોડે વાહન સરખું ચલાવવાનું કહેતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ પણ વાંચો: ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ચેક રિટર્ન અંગેનાં કેસમાં દોષી જાહેર

ચાર વાહનોમાં કેટલાક લોકો ધસી આવ્યા


ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ફરિયાદી ચેતનભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, છોટા હાથીના ચાલકે ફોન કરતા ઘટનાસ્થળ પર ચાર જેટલા વાહનમાં કેટલાક શખ્સો આવી ગયા હતા. એક એન્ડેવર કાર, એક વ્હાઈટ સ્કોર્પિઓ કાર, એક બ્લેક Scorpio કાર તેમજ એક થાર કારમાં બે જેટલા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા.

ફરિયાદીએ જણાવ્યું કે, "થાર કારમાં ઘસી આવેલા વ્યક્તિએ માથાના ભાગે હથિયાર માર્યું હતું. હું ત્યાંથી મારો જીવ બચાવી ભગી રહ્યો હતો ત્યારે મારી પાછળ હવામાં ફાયરિંગ પણ કર્યા હતા. મને ધમકી આપનારા શખ્સે કહ્યું હતું કે મારા પિતા નિવૃત્ત પીઆઇ છે તેમજ મારો ભાઈ હાલ રાજકોટના સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવે છે. તારે દોડવું હોય ત્યાં દોડી લે. અમને કંઈ જ નહીં થાય."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Firing, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર