Home /News /kutchh-saurastra /

World ફોટોગ્રાફી સ્પર્ધા: રાજકોટના આ ફોટોગ્રાફરને મળ્યો Gold મેડલ

World ફોટોગ્રાફી સ્પર્ધા: રાજકોટના આ ફોટોગ્રાફરને મળ્યો Gold મેડલ

ગોલ્ડ મેડલ અપાવનાર ફોટો

આ સ્પર્ધામાં 32 દેશોના 4261 ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. જેમાં આ તમામ ફોટોગ્રાફરો દ્વારા કુલ સાડા ચાર લાખ ફોટા મોકલવામાં આવ્યા હતા

    અસાહી શિમ્બુન - જાપાન દ્વારા યોજવામાં આવેલી 79મી આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધામાં રોજકોટના ફોટોગ્રાફરે ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં 32 દેશોમાંથી 4261 ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં 32 દેશોના 4261 ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. જેમાં આ તમામ ફોટોગ્રાફરો દ્વારા કુલ સાડા ચાર લાખ ફોટા મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 75 તસવીરોને પસંદ કરવી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, તેમાં પણ રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરના ફોટોને ખાસ સ્થાન મળ્યું અને ગોલ્ડ મેડલ વિજેતા જાહેર કરવામાં આવી.

    રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલે એક વેબપોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ફોટોગ્રાફી મારી આજીવીકા અને મારૂ પેશન પણ છે. તે છેલ્લા 32 વર્ષથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે, મોટાભાગના ફોટોગ્રાફરો ફોટો પાડ્યા બાદ કઈંક વિચારતા હોય છે, જ્યારે હું ફોટો ક્લિક કર્યા પહેલા વિચારૂ છું.

    તેમણે જે ફોટોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે તે મુદ્દે જણાવતા કહ્યું કે, કોઈ પણ મનુષ્ય કે પ્રાણી માત્રને સૌપ્રથમ પ્રેમ પોતાની માતાના સ્તનથી પ્રાપ્ત થાય છે, આ વિચાર સાથે મે એક બાળકના સ્તનપાનનો ફોટો ક્લિક કર્યો હતો, જેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.



    મહત્વની વાત એ છે કે, જે દિવસે તેમને ગોલ્ડ મેડલ મળ્યો તે દિવસે તેમના લગ્નની 25મી વર્ષગાંઠ હતી, આ માહિતી તેમના પત્ની શોભનાબેને જણાવી હતી. શોભનાબેને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મારી 25મી એનિવર્સરીએ આ અનમોલ ભેટ અમને મળી છે. તેમમે વધુમાં કહ્યું કે, આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવવા માટે કેટલાએ ફોટોગ્રાફરોએ વર્ષો મહેનત કરવી પડે છે, ત્યારે મારા પતિને બીજા પ્રયાસમાં જ આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ બાદ દેશ-વિદેશના લોકો એશ્કોલને ઓળખવા લાગ્યા છે, ફોન પર ફોન કરી લોકો શુભેચ્છા આપી રહ્યા છે. મારા પતિની ફોટોગ્રાફીએ મને અને પૂરા દેશને ગૌરવ અપાવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, એશ્કોલ સોનગાંવકરે અત્યાર સુધીમાં અનેક પદકો મેળવ્યા છે, જેમાં જાપાનનો ગોલ્ડ મેડળનો ઉમેરો થયો છે. આ એવોર્ડ બાદ તેમના આત્મ વિશ્વાસમાં અનેકઘણો વધારો થયો છે. તેમણે અગામી સમયમાં પણ વધુને વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી છે. ખરેખર એશ્કોલે રાજકોટ શહેર અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે, અને અગામી સમયમાં પણ તે અનેક એવોર્ડ મેળવે તેવી શુભકામના.
    Published by:kiran mehta
    First published:

    Tags: Found, Gold Medal, Photographer-, રાજકોટ

    આગામી સમાચાર