વિશ્વ કિડની દિવસ : 37 ભાષામાં કિડની અંગે માહિતી આપતી વેબસાઈટ


Updated: March 12, 2020, 3:05 PM IST
વિશ્વ કિડની દિવસ : 37 ભાષામાં કિડની અંગે માહિતી આપતી વેબસાઈટ
પ્રતિકાત્મક તસવીર

વેબસાઈટમાં કિડનીના વિવિધ મુખ્ય રોગોના ચિન્હો, નિદાન અને સારવાર વિશેની સંપૂર્ણ જાણકારી અને તે અંગેના બધાજ પ્રશ્નોના જવાબ અહી મળી શકશે

  • Share this:
રાજકોટ : ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગો (kidney Disease) નું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે (Kidney Disease Awareness) વિશ્વનાં 100 થી વધુ દેશોમાં 12 માર્ચ, 2020 'વિશ્વ કિડની દિવસ' (World Kidney Day) ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન સાવચેતી, વહેલા નિદાન અને કાળજીથી, સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની છે. 37 ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિઃશુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી લઈ શકે છે.

રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા દ્વારા નિર્મીત www.KidneyEducation.com વેબસાઈટમાં કિડનીનાં રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 25 આંતરરાષ્ટ્રીય ભાષામાં અને 12 ભારતીય ભાષામાં આપેલ છે. દરેક વ્યકિત પોતાની માતૃભાષામાં જાણકારી મેળવી શકે તે માટે આ વેબસાઈટમાં 37 ભાષાઓમાં કિડની વિશે માહિતી ઉપલબ્ધ છે.

વેબસાઈટમાં કિડનીના વિવિધ મુખ્ય રોગોના ચિન્હો, નિદાન અને સારવાર વિશેની સંપૂર્ણ જાણકારી અને તે અંગેના બધાજ પ્રશ્નોના જવાબ અહી મળી શકશે. આ વેબસાઈટમાં કિડની અંગેનું 200 પાનાનું પુસ્તક વિશ્વની સૌથી વધુ બોલાતી 10 ભાષા સહિત વિવિધ 37 ભાષાઓમાં ઉપલબ્ધ છે. એક જ વેબસાઈટમાં વિશ્વમાં સૌથી વધુ ભાષામાં ઈ-બુક ઉપલબ્ધ હોવાના અમુલ્ય યોગદાન માટે કિડની એજયુકેશન વેબસાઈટને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : CoronaVirus Alert: આગ લગાવીને ઓળખી શકાશે તમે પહેરેલું માસ્ક બેકટેરિયા રોકશે કે નહીં?

વેબસાઇટમાં અનુકુળતા મુજબ વાંચન કરવા માટે ઓનલાઈન રિડિંગ, PDF અને ePUB ડાઉનલોડ તથા WhatsApp દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો પણ આપેલા છે. રાજકોટના સિનીયર નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા દ્વારા ગુજરાતી ભાષામાં 'તમારી કિડની બચાવો' પુસ્તકના વર્ષ 2006માં પ્રકાશન સાથે જનજાગૃતિના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રયાસને અપ્રતિમ પ્રતિભાવો સાંપડતા આ પુસ્તકનું રૂપાંતર વિશ્વભરના કિડની નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યું અને વિશ્વભરના લોકો આ માહિતીનો લાભ લઇ શકે તે માટે વેબસાઈટ બનાવવામાં આવી.

આ પણ વાંચો : કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત છે, કેવી રીતે ખબર પડે કે શું થયું છે?
First published: March 12, 2020, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading