Home /News /kutchh-saurastra /રાજકોટ CP ઓફિસ સામે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, પતિ સહિત છ સામે ફરિયાદ

રાજકોટ CP ઓફિસ સામે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ, પતિ સહિત છ સામે ફરિયાદ

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે શુક્રવારે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે શુક્રવારે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

    ગુજરાતમાં છાસવારે આત્મવિલોપનના પ્રયાસો બનવા લાગ્યા છે. ન્યાયની માંગણી સામે આત્મવિલોપન જાણે એક હથિયાર બની ગયું હોય એમ લોકો ગમે ત્યારે હથિયાર ઉગામે છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે. મહિલાએ પોતાના પતિ સામે જ હેરાનગતીનો આરોપ મુક્યો છે.

    મળતી માહિતી પ્રમાણે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે શુક્રવારે મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મહિલાએ તેના જ પતિ સહિત છ લોકો સામે હેરાનગતીનો આરોપ મુકીને આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, મહિલા આત્મવિલોપન કરે તે પહેલા જ મહિલાની પોલીસે અટકાય કરી છે.

    મહિલાનો આરોપ છે કે, પોતાના પતિ સહિત છ લોકો તેને હેરાન કરે છે. 2013થી બિભત્સ માંગણી કરતો હાવની ફરિયાદ પણ આ પહેલા પોલીસ કમિશનને કરી હતી. ચાર ચાર વખત ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં આ પ્રકારનું પગલું ભરવા મજબૂર બની હોવાનું મહિલાનું કહેવું છે.

    ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ મહિનામાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામના એક યુવકે ગાંધીનગર કલેક્ટર ઓફિસ બહાર આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે નોકરી ઉપર પરત લેવાની માંગણી સાથે આ યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ ઘટનાની જાણ થતાં પોલીસે તરત જ યુવકની અટકાય કરી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
    Published by:Ankit Patel
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन