ગોંડલઃ દેરડી કુંભાજી નજીક મિનિબસ પલટી, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

News18 Gujarati
Updated: December 6, 2018, 9:30 PM IST
ગોંડલઃ દેરડી કુંભાજી નજીક મિનિબસ પલટી, મહિલાનું ઘટનાસ્થળે જ મોત

  • Share this:
ગોંડલથી અમરેલી વચ્ચે આવેલા દેરડી કુંભાજી ગામ નજીક એક મિનિબસ પલટી થાઇ ગઇ હતી. ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બસમાં સવાર અન્ય 6 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી વાંચો ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

પ્રાપ્ત વિગત પ્રમાણે ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ની પાસે આવેલ ધારાળા ગામના પાટીયા પાસે સાંજના પાંચ વાગ્યે રાજકોટ થી બગસરા તરફ જઈ મીનીબસ જીજે 02 વીવી 2082 પલટી મારી જતા છ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા અને મંજુલાબેન જીવનભાઇ ડોડીયા (ઉમર વર્ષ 62 ) રહે બગસરાનુ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 6 મુસાફરોને ઇજા થતાં તેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે મિનિબસનો ક્લીનર બસમાં જ ફસાઈ ગયો હતો, ત્યારબાદ તેને જેસીબીની મદદથી બસના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી, જો કે થોડી કલાકોની જહેમત બાદ રસ્તો ક્લિયર કરાયો હતો.

આ પણ વાંચો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું 'હબ' કેમ બનતું જાય છે, ગાંધીનગર ? સોચના પડેગા !
First published: December 6, 2018, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading