Home /News /kutchh-saurastra /

ધોરાજી: ખાનગી બસમાં મહિલાની છેડતી, પરિવારજનોએ કંડક્ટરની કરી ધોલાઈ

ધોરાજી: ખાનગી બસમાં મહિલાની છેડતી, પરિવારજનોએ કંડક્ટરની કરી ધોલાઈ

    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક મહિલાની છેડતી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ધોરાજીના ગેલેક્સી ચોક પાસે એક ટ્રાવેલ્સમાં બસના કંડક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી. જેને લઈને મામલે ગરમાયો હતો.

    ઘટનાની વિગત અનુસાર ધોરાજીની એક મહિલા તેના પરિવાર સાથે બહાર ગામ જઈ રહી હતી. જે દરમિયાન માતૃકૃપા ટ્રાવેલ્સમાં કંડક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી. જેને લઈને પરિવારજનો રોષે ભરાયા હતા અને જાહેરમાં જ કંડક્ટરને મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

    આ સમગ્ર ઘટના દરમિયાન બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે માતૃકૃપા ટ્રાવેલ્સના કંડક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Molestation, રાજકોટ

    આગામી સમાચાર