રાજકોટ: મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયાં

News18 Gujarati
Updated: November 25, 2019, 1:52 PM IST
રાજકોટ: મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયાં
ACB ઓફિસની તસવીર

સર્ચ દરમ્યાન તપાસ અધીકારીઓને રૂપિયા 18,000ની રકમ મળી આવી હતી. તપાસ અધકારી એમ.બી.જાની ચલાવી રહ્યા છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ ખાતેની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી (ફુડ એન્ડ ડ્રગ્સ) ના ચોક્ક્સ કર્મચારીઓ લાંચની રકમ મેળવીને સરકારી કામકાજ કરતા હોવાની રાજકોટ એ.સી.બી એકમના પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી.પરગડુને ચોક્ક્સ બાતમી મળતા બે પંચો રૂબરૂ તા.16 નવેમ્બરના રોજ રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી સદરહું કચેરીમાં સર્ચ કરતા આ કામના તોહમતદાર મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની જડતી તપાસ કરતા તેમની પાસેથી મળેલી રકમ માંથી રૂ.18000ની રકમ આ કામના અન્યતોહમતદાર મારફતે મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી સરકારી કામ કાજ કરી આપવા સબબ લાંચની રકમ મેળવેલ હોવાનું દસ્તાવેજી પુરાવા ઉપરથી ઇન્ક્વાયરી દરમ્યાન સાબીત થતા બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ભ્રષ્ટાચાર આચરી ગુન્હો કરવામાં આવ્યો છે.

આધારભૂત વિગતો મુજબ, એન્ટી કરપ્શન બ્યૂરોનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ.આચાર્ય ફરિયાદી બન્યાં છે.

આરોપી તરીકે ઉર્વીશાબેન બાણગોરીયા, ડ્રગ્સ ઇન્સ્પેકટર, વર્ગ-2, મદદનીશ કમિશ્નર શ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ અને ઇકબાલભાઇ રસુલભાઇ સૈયદ (કચેરી અધિક્ષક, વર્ગ-3), મદદનીશ કમિશ્નર શ્રી ની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટના બતાવવામાં આવ્યાં છે.

સર્ચ દરમ્યાન તપાસ અધીકારીઓને રૂપિયા 18,000ની રકમ મળી આવી હતી.
તપાસ અધકારી એમ.બી.જાની ચલાવી રહ્યા છે.

 
First published: November 25, 2019, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading