Home /News /kutchh-saurastra /રાજકોટ : દહેજ ભૂખ્યા સાસરીયાઓના કારણે હોમાયો પરિણીતાનો જીવ, પિયરીયાઓને અગાઉ જ કહ્યું હતું, છેલ્લી વખત જોઈ રહ્યા છો

રાજકોટ : દહેજ ભૂખ્યા સાસરીયાઓના કારણે હોમાયો પરિણીતાનો જીવ, પિયરીયાઓને અગાઉ જ કહ્યું હતું, છેલ્લી વખત જોઈ રહ્યા છો

પ્રતિકાત્મક તસવીર

Rajkot Crime News: સાસરિયાઓ તેને અવારનવાર મેણા ટોણા મારતા કે તું કરિયાવર ઓછો લાવી છો તો ભિખારી છો તેવા શબ્દો કહી તેને અપમાનિત કરતા તેમજ અપશબ્દો બોલી તેને ઢીકાપાટુનો માર પણ મારતા હતા. જેના કારણે મારી દીકરી સતત તણાવ અનુભવ કરતી હતી. દરમિયાન લગ્નના એક વર્ષ બાદ કંકાસને કારણે મારી દીકરી રિસામણે પણ આવી હતી.

વધુ જુઓ ...
આપણા સભ્ય સમાજમાં હાલ ભલે સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવતી હોય તેમ છતાં સ્ત્રી પર થતા અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકામાં સાસરિયા પક્ષના ત્રાસના કારણે વધુ એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓ ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોધિકાના ઢોલરા ગામે રહેતા ધરમશીભાઈ પુંજાણી નામના વ્યક્તિની દીકરીએ પોતાના સાસરિયા માં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે મૃતકના પિતાની ફરીયાદના આધારે મૃતકના સાસરિયાઓ વિરુદ્ધ આજીડેમ પોલીસ દ્વારા આત્મહત્યાના દુષ્પ્રેરણ તેમજ શારિરીક માનસિક ત્રાસ, ધાક ધમકી આપ્યા અંગેની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારે સંતાનમાં એક પુત્ર તેમજ બે દીકરી છે. મોટી દીકરી શ્રુતિ ના લગ્ન મિલન સોજીત્રા નામનાં વ્યક્તિ સાથે કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા સમય બાદ જ મારી દીકરીને તેના સાસરિયામાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-રાજકોટ : સાહેબ તે મારી સામે જોઈ કતરાયો હતો, ગાળો ભાંડી હતી એટલે મે એને મારી નાખ્યો

સાસરિયાઓ તેને અવારનવાર મેણા ટોણા મારતા કે તું કરિયાવર ઓછો લાવી છો તો ભિખારી છો તેવા શબ્દો કહી તેને અપમાનિત કરતા તેમજ અપશબ્દો બોલી તેને ઢીકાપાટુનો માર પણ મારતા હતા. જેના કારણે મારી દીકરી સતત તણાવ અનુભવ કરતી હતી. દરમિયાન લગ્નના એક વર્ષ બાદ કંકાસને કારણે મારી દીકરી રિસામણે પણ આવી હતી. તે સમયે મારી દીકરી શ્રુતિ ના લગ્નની વર્ષગાંઠ હતી તે સમયે પણ જમાઈ અમારા ઘરના ડીલે મૂકી જતો રહ્યો હતો. તેમજ તે સમયે જમાઈ એ કહ્યું હતું કે, આપેલી અને છેલ્લી વખત જઈ આવ હવે આવવાનું કહીશ તો તને મારી નાખીશ. આ સમયે મારી દીકરી આશરે પંદર દિવસ રીસામણી રહી હતી. ત્યારબાદ મારી દીકરીના જેઠ તેમજ ફુવાજી સસરા અને ફઇજી સાસુ સમાધાન કરી કરીને પરત લઇ ગયા હતા. આ સમયે મારી દીકરી એ અમને બધાને કહ્યું હતું કે, હવે તમે કદાચ મને છેલ્લી વખત જોઉં છું બીજી વખત તમને મારું મોઢું જોવા નહીં મળે.

મૃતકના પિતાએ ફરિયાદ માં જણાવી શકે મારા દ્વારા આ થી આઠ થી નવ મહિના પહેલા ગુંદાસરા ગામે આવેલ અમારી ખેતી વેચી હતી. જે બાબતની જાણ શ્રુતિના સાસરિયા પક્ષના લોકોને થતાં તેઓએ અમને જણાવ્યું હતું કે તમારી દીકરી લગ્ન સમયે પૂરતો કર્યા વગર નથી લાવેલ. અમારે વીરવા ગામે લોટ લેવાનો છે તેમાં પ્લોટના પૈસા તમારે આપવા પડશે. એક વખત નહીં પરંતુ અનેક વખત પૈસાની માગણી કરી દીકરી શ્રુતિ ને તમામ લોકોએ ત્રાસ આપેલ છે.

દીકરીને અમારા ઘરે કોઈ પણ પ્રસંગોપાત આવવાની સખત મનાઈ હતી ત્યારે ગત 4થી માર્ચનાં રોજ બપોરનાં આશરે એક વાગ્યાનાં અરસામાં દીકરી શ્રૃતિ એ તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો બનાવ જાણવા મળ્યો હતો.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Dowry stricken in Rajkot, Rajkot Crime, Woman Commits Suicide