Home /News /kutchh-saurastra /

રાજકોટ : Corona વોર્ડની મહિલાએ સફાઈ કર્મીએ વૃદ્ધાનાં મૃતદેહ પરથી સોનાનાં દાગીના ચોર્યા, શરમજનક કિસ્સો

રાજકોટ : Corona વોર્ડની મહિલાએ સફાઈ કર્મીએ વૃદ્ધાનાં મૃતદેહ પરથી સોનાનાં દાગીના ચોર્યા, શરમજનક કિસ્સો

પ્રતિકાત્મક તસવીર

ત્રણ દિવસ પહેલાં જ કોરોના વોર્ડમાં સફાઈ કર્મચારી તરીકે જોડાયેલી મહિલાનું કારસ્તાન, માનવતા તો ઠીક પણ શરમ પણ નેવે મૂકી. બેશરમ મહિલાએ ચોરેલા દાગીના સોની બજારમાં વેચી માર્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલને શર્મશાર (Rajkot civil hospital) કરતો કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 16 ના રોજ કોરોના વોર્ડ (Corona ward)માં એક વૃદ્ધાનું મોત થયું હતું જેના શરીર પરથી સોનાની અમુક (Gold stolen) વસ્તુ ગાયબ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો અને પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી (CCTV) તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. શહેરના ઘાંચીવાડમાં રહેતા વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મૃત્યુ થયા બાદ તેમની લાશ પરથી સોનાની બૂટી અને નાકની ચૂક (Gold stolen from dead body of patients) ગાયબ હતી.

હલીમાબેન ઢાંકવાલા નામના વૃદ્ધાને સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હલીમાબેનનું મૃત્યુ થયા બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમના પરિવારજનોને હલીમાબેને પહેરેલી ધાતુની બંગડી સોંપી દીધા હતા. જોકે વૃદ્ધા સોનાની બૂટી અને નાકમાં ચૂક પહેરતા હતા તે નહીં મળતાં પરિવારજનોએ તેની પૂછપરછ કરતાં લાશ પરથી સોનાના દાગીનાની ચોરી થઇ ગયાનું સ્પષ્ટ થયું હતું. ચોરીના બનાવ અંગે મૃતકના પુત્ર યાસીનભાઇ ઢાંકવાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે કોરોના વોર્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક મહિલા લાશ પરથી દાગીના ઉતારતી હોવાનું જોવા મળ્યું હતું, પોલીસે તે મહિલા અંગે તપાસ કરતાં તે મહિલા હોસ્પિટલમાં જ સફાઇ કામદાર તરીકે કામ કરતી વર્ષા સોલંકી હોવાની માહિતી મળતાં પોલીસે વર્ષાને ઝડપી લીધી હતી.

આ પણ વાંચો :   રાજકોટ ચાર કલાકમાં 4.88 ઇંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ

પોલીસે મહિલાને સોનાના દાગીના અંગે પૂછપરછ કરતાં વર્ષાએ પોતે ત્રણ દિવસથી જ હોસ્પિટલમાં કામ પર આવ્યાની અને હલીમાબેનની લાશ પરથી સોનાની બૂટી અને ચૂક ચોરી કરી લીધાની કબૂલાત આપી હતી.

આ પણ વાંચો :  હવામાન વિભાગની બે દિવસ ભારે વરસાદની આગાહી, આજની બપોર આ જિલ્લાઓ માટે ભારે

એટલું જ નહીં ચોરાઉ દાગીના સોનીબજારમાં જઇને વેચી દીધા હતા અને તેના બદલામાં ચાંદીના દાગીના ખરીદી લીધા હતા. પોલીસે સોની વેપારી પાસેથી ચોરાઉ દાગીના જપ્ત કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Jay Mishra
First published:

Tags: 30 august news, Gold-silver, Rajkot corona updates, Rajkot covid hospital, Rajkot Crime, Rajkot News, Rajkot police, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन