રાજકોટ : સિંગાપોરથી હનીમૂન કરી પરત આવેલી યુવતીને Corona Virusનાં શંકાસ્પદ લક્ષણો, આઇસોલેશન વોર્ડમાં દાખલ


Updated: March 7, 2020, 1:51 PM IST
રાજકોટ : સિંગાપોરથી હનીમૂન કરી પરત આવેલી યુવતીને Corona Virusનાં શંકાસ્પદ લક્ષણો, આઇસોલેશન વોર્ડમાં દાખલ
આઇસોલેશન વોર્ડની ફાઇલ તસવીર

રાજકોટની સીવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ. મહિલા આઈસોલેટેડ વોર્ડમાં દાખલ, પરિવારના ત્રણ સભ્યોને પણ ઓબ્ઝર્વેશનમાં રખાયા

  • Share this:
રાજકોટ : રાજકોટની (Rajkot) એક યુવતી સિંગાપુરમાં (singapore) એક સપ્તાહથી બીમાર હતી જે રાજકોટ પરત આવતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં (Isolation Ward) રાખી સેમ્પલ લેવાયા છે. રાજકોટમાં રહેતું એક નવદંપતી 25  ફેબ્રુઆરીએ હનીમૂન (HoneyMoon) માટે સિંગાપુર મલેશિયાની (Singapore Malaysia) ટtર પર ગયા હતા. આ દરમિયાન એક માર્ચથી યુવતીને તાવ (Fever) અને શરદી (Cold) હતા અને 6 માર્ચે તેઓ મુંબઈ (Mumbai) ઉતર્યા હતા અને ત્યાંથી ફ્લાઈટ (Flight) મારફત શુક્રવારે બપોરે રાજકોટ આવીને ઘર પહોંચ્યા હતા. ઘર પહોંચતા જ યુવતીની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં (Admitted)  દાખલ કરાઈ હતી.

તપાસ કરનાર તબીબને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે યુવતીને તુરંત સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી હતી તેમજ સેમ્પલ લેવાયા હતા. યુવતીના પતિમાં હજુ કોઇ લક્ષણો દેખાયાં નથી પણ તેના પરિવારના ૩ સભ્યોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  સુરત : 'તે મારી જિંદગી ખરાબ કરી નાખી, હું તને છોડીશ નહીં', રત્નકલાકાર પત્ની પર પતિનો કટરથી જીવલેણ હુમલો

એરપોર્ટ પર તાવ ઓછો હોવાના કારણે સ્કેનરમાં ન ઝડપાયા હોવાની આશંકા

આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર યુવતીના સેમ્પલ અમદાવાદ મોકલાયા છે અને શનિવાર સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે.તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીને તાવ, ગળુ બળવું, શરદી, ઉધરસ, કફ સહિતની સમસ્યા સિંગાપુર હતી ત્યારે જ હતી અને ત્યાં કોરોનાના પુષ્કળ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત તાવ સતત ચઢ ઉતર કરતો હતો તેથી મુંબઈ એરપોર્ટ પર તાવ ઓછો હોવાથી થર્મલ સ્કેનરમાંથી બચી ગયાની શક્યતા તબીબો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : Women's Day : ગ્રેજ્યુએટ હોવા છતાં દિવ્યાંગ દીકરીને નોકરી ન મળી, કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રિક્ષાચાલક બનીપરિવારના ત્રણ સભ્યો ઓબ્ઝર્વેશનમાં

હાલ આ યુવતીને આઈસોલેશનમાં રખાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર દર્દી કોરોનાગ્રસ્ત દેશમાંથી બીમારી સાથે આવ્યા છે એટલે આઈસોલેશનમાં રખાયા છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા હજુ ઓછી છે પણ ટ્રાવેલ હિસ્ટ્રી જોતા 1 ટકા પણ ચાન્સ લેવો હિતાવહ નથી તેથી યુવતીને આઈસોલેશનમાં રાખી છે તેમજ તેને ક્લોઝ કોન્ટેક્ટ ધરાવતા 3 લોકો ઓબ્ઝર્વેશનમાં જ રહેશે.
First published: March 7, 2020, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading