Rajkot News : રાજકોટમાંમોહસીને ચાર સંતાનાનોની માતા સાથે પ્રેમમાં પડી આડોસંબંધ કેળવ્યો હતો. પતિ સાથે પ્રેમિકાને જોઈ જતા પત્નીએ તેની બહેન સાથે મળી ઢોર માર માર્યો અને તેના ગુપ્તાંગમાં મરચાનો પાવડર નાખી દેતા મહિલા બેભાન થઈ ગઈ હતી
Rajkot News : રાજકોટ શહેરમાં પતિ પત્ની (Husband Wife and Love case Rajkot) ઔર વો નો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની (Wife) અને તેના સાથી મિત્રોએ ચખાડ્યો પતિની પ્રેમિકાને (Lover) મેથીપાક. તો સાથે જ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોરમાર મારી તેના ગુપ્તાંગમાં મરચું (Wife Filled Chile) ભરી દીધુ હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) દ્વારા માર મારવુ, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ હત્યાનો (Attempt of Murder Cases) પ્રયાસ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસ્લિમ યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર મહિલાને ને એક વર્ષ પૂર્વે તેના પતિ મોહસીને ચાર સંતાનોની માતા સાથે નિકાવા ખાતે ઘર માંડયું હતું. પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીએ પોતાનું નામ મુસ્લિમ રાખ્યું હતું. 1 વર્ષ પહેલા પત્ની અને સંતાનોને છોડીને મોહસીને ચાર સંતાનોની માતા એવી મહિલા સાથે ઘર માંડયું હતું.
મોહસીનની પત્ની અને તેની બહેનની તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
બંને બહેનોએ રેશમા ના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું.
આ બાબતની જાણ મોહસીનની પત્ની ને થતા તેણે પોતાના પતિ સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યારે મંગળવારના રોજ નિકાવા ખાતેથી મોહસીન અને પ્રેમિકા પારેવડી ચોક ખાતે સાયકલ સ્ટોર્સ ની મુલાકાતે આવ્યા હતા. જે બાબતની જાણ દીપ્તિ ઉર્ફે રુખશાર ને થતા તેણી પણ ત્યાં આવી પહોંચી હતી.
રાજકોટમાં મહિલાના અપહરણ બાદ માર મારવા મામલે ધરપકડ કરવામાં આવી,રાજકોટ પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી,પ્રેમીની પત્નીએ અન્ય મહિલા સાથે મળી ઢોર માર માર્યો હતો,પારેવડી ચોકમાંથી મહિલાનું અપહરણ કર્યું હતું. pic.twitter.com/xgfJtt9Gd0
ત્યારબાદ પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. બાદમાં રીક્ષા કરી તેનું અપહરણ કરી પોતાની બહેન સાથે મળીને અવધ રોડ પર લઈ જઈ પતિની પ્રેમિકા ના હાથ બાંધી તેને વધુ માર માર્યો હતો. માર માર્યા બાદ બંને બહેનોએ પતિની પ્રેમિકાના ગુપ્તાંગ માં મરચું ભરી દીધું હતું.
સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પી.એસ.આઈ કે.કે જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ 108 મારફત ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મામલતદાર દ્વારા મહિલાનું ડીડી નોંધવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદ પરથી લોધિકા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી મોહસીનની પત્ની તેમજ તેની બહેનની ધરપકડ કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર