શું રંગીલા રાજકોટમાં દોડશે મેટ્રો ટ્રેન ? સર્વે માટે એક કરોડના બજેટની જોગવાઈ


Updated: February 1, 2020, 8:50 PM IST
શું રંગીલા રાજકોટમાં દોડશે મેટ્રો ટ્રેન ? સર્વે માટે એક કરોડના બજેટની જોગવાઈ
મેટ્રો ટ્રેનની ફાઈલ તસવીર

આગામી વર્ષ 2020-21માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'મેટ્રો ટ્રેન'ની મદદથી શહેરમાં જાહેર પરિવહન સેવા આપી શકાય કે કેમ તે બાબતને ધ્યાને લઈ કન્સલ્ટન્ટ નિયત કરી તેની મદદથી એક ફિઝીબિલીટી સ્ટડી કરાવવાનું આયોજન હેઠળ છે.

  • Share this:
રાજકોટઃ આજે શનિવારે રાજકોટ મહાનગરપાલિકાનું (Rajkot Municipal corporation) વર્ષ 2020-21નું બજેટ રાજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) ઉદિત અગ્રવાલે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રાજૂ કર્યું. આ બજેટ કરબોજ વગરનું રજૂ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છેકે આ વર્ષમાં મહાનગરપાલિકાની ચુંટણી (Election) છે ત્યારે આ ચુંટણીને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ બજેટમાં ખાસ અર્બન મોબિલીટીને વધુ સંલગ્ન બનાવવા આગામી વર્ષ 2020-21માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'મેટ્રો ટ્રેન'ની મદદથી શહેરમાં જાહેર પરિવહન સેવા આપી શકાય કે કેમ તે બાબતને ધ્યાને લઈ કન્સલ્ટન્ટ નિયત કરી તેની મદદથી એક ફિઝીબિલીટી સ્ટડી કરાવવાનું આયોજન હેઠળ છે. જેથી શહેરમાં જાહેર પરિવહન માટેનો એક નવો આયામ ઉમેરી, શહેરીજનોને વધુ કાર્યક્ષમ વિકલ્પ આપી સુવિધાઓમાં વધારો કરી શકાય અને આને માટે રાજ્ય સરકાર તરફથી પણ ગ્રાન્ટ મળશે તેમ મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-Exclusive Interview: નાણા મંત્રી બોલ્યા- અમે બધા વર્ગની અપેક્ષાઓની કાળજી રાખી

21.19 અબજનું આ બજેટ કોઇપણ જાતનાં કરબોજ વગરનું અને કોઇપણ જાતની નવી મહત્વાકાંક્ષી યોજના વગરનું બજેટ આપવામાં આપ્યું છે. બજેટમાં અગાઉ જાહેર કરાયેલી બ્રીજ, આવાસ, પે એન્ડ પાર્કીંગ  જેવી જૂની યોજનાઓને નવા વાઘા પહેરાવીને મૂકી હોવાનું જણાઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ-Exclusive Interview: નાણામંત્રીએ કહ્યું- અમે દરેક ક્ષેત્રોનું ધ્યાન રાખ્યું

કેન્દ્ર સરકારના (Central government) ''સ્માર્ટ સિટી મિશન''માં (Smart City Mission) રાજકોટની ત્રીજા તબકકામાં પસંદગી થયા પછીથી કેન્દ્ર અને રાજય સરકારના આર્થિક સહયોગ સાથે લોકોના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે અને તેમનો ''હેપિનેસ ઇન્ડેકસ'' વધુને વધુ ઉંચાઇ પ્રાપ્ત કરે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પ્રોજેકટસ હાથ પર લઇ રહી છે.આ પણ વાંચોઃ-Budget 2020: ઓનલાઈ શોપિંગ કરવું થશે મોઘું, આપવો પડશે આ ટેક્સ

''સ્માર્ટ સીટી મિશન''માં રાજકોટનો સમાવેશ થતા જ સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રોજેકટના અમલીકરણ માટે મહાનગરપાલિકાએ રચેલી ''રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ'' કંપનીના નેતૃત્વ હેઠળ વિકાસલક્ષી પ્રોજેકટસનો સિલસિલો ક્રમશઃ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
First published: February 1, 2020, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading