જસદણમાં રૂ.51 માટે મહિલાની હત્યા કેસઃ પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો

News18 Gujarati
Updated: June 25, 2018, 3:40 PM IST
જસદણમાં રૂ.51 માટે મહિલાની હત્યા કેસઃ પતિ જ નીકળ્યો પત્નીનો હત્યારો
જયશ્રીબહેનના પતિ અશોકભાઈ

ગત સપ્તાહમાં રાજકોટના જસદણ તાલુકાના પંચાવડ ગામમાં ભીખ માગવા આવેલા બે સાધુએ મહિલાની હત્યા કરી હોવાની ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં પોલીસે મહિલાના હત્યારાને પકડ્યો છે.

  • Share this:
ગત સપ્તાહમાં રાજકોટના જસદણ તાલુકાના પંચાવડ ગામમાં ભીખ માગવા આવેલા બે સાધુએ મહિલાની હત્યા કરી હોવાની ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં પોલીસે મહિલાના હત્યારાને પકડ્યો છે. ગોંડલ પોલીસે ભિક્ષુકની બનાવટી કહાની ઊભી કરનાર અને પત્ની હત્યારા પતિની ધરપકડ કરી છે. આ કેસમાં મહિલાની હત્યા કોઇ ભિક્ષુકે નહીં પરંતુ તેનાજ પતિએ કરી હતી. આ પતિ જ પત્નીનો હત્યારો નીકળ્યો હતો. પોલીસે 37 વર્ષીય જયશ્રીબહેન સાવલિયાની હત્યાના આરોપસર પતિ અશોકભાઇ સાવલિયાની ધરપકડ કરી છે.

શું હતી ઘટના?

જસદણ તાલુકાના પાંચવડા ગામમાં રહેતા જયશ્રીબહેન અશોકભાઇ સાવલીયા પોતાની બે પુત્રીઓ સાથે તા.22-6-2018, શુક્રવારના રોજ ઘટમાં ઘરકામ કરી રહ્યા હતા. ત્યારે ધોતી અને ઝભ્ભા પહેરેલા અને મોઢા ઉપર મેશનું તિલક કરેલા બે સાધુઓ ભિક્ષાવૃત્તિ માટે આવેલા હતા. ત્યારે જયશ્રીબહેને કહ્યું કે લોટ લઇ જાવ પબણ આ બંને સાધુઓએ હઠ પકડી કેતમારે રૂ.51 આપવા જ પડશે.પણ આ માગણી જયશ્રીબહેને નકારતા સુધીઓ શેતાન બની માથના ભાગે બે-ચાર બોથડ પદાર્થના ઘા મારી નાસી છૂટ્યા હતા અને ત્યારબાદ જયશ્રીબહેને પહેલા જસદણ અને બાદમાં રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે , આ કેસમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અશોખભાઈએ ફરિયાદ કરી હતી અને પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી હતી.

જયશ્રીબહેનના પતિએ શું આપ્યું હતું નિવેદન?જયશ્રીબેનના પતિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'ઘરમાં જ્યારે પત્ની અને મારી બે દીકરીઓ ઘરમાં એકલા હતાં ત્યારે બે સાધુ જેવા લાગતાં વ્યક્તિઓ ઘરમાં આવીને પૈસા માંગવા લાગ્યાં. તેમણે પત્નીને કહ્યું કે અમે 50 રૂપિયાથી ઓછું નથી લેતાં ત્યારે પત્નીએ કહ્યું કે અમારી પરિસ્થિતિ સારી નથી એટલે અમે એટલા નહીં આપી શકીએ. તે પછી મારી દીકરીઓને ધમકાવી કે કોઇને કહેશો તો જાનથી મારી નાંખીશ. પત્નીને તેઓ બંન્ને માર મારવા લાગ્યાં જેથી તેનું મૃત્યું થયું હતું.'
First published: June 25, 2018
વધુ વાંચો
अगली ख़बर