Home /News /kutchh-saurastra /

રાજકોટ : 'તું અમારા સ્ટેટસને લાયક નથી,' લગ્ન બાદ પરિણીતા પર અત્યાચારનો વધુ એક કિસ્સો

રાજકોટ : 'તું અમારા સ્ટેટસને લાયક નથી,' લગ્ન બાદ પરિણીતા પર અત્યાચારનો વધુ એક કિસ્સો

વધુ એક મહિલાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

રાજકોટમાં (Rajkot) વધુ એક પરિણીતાએ કેનેડા રહેતા પતિ પોરબંદર રહેતા સાસુ જેઠ અને જેઠાણી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં (Rajkot) વધુ એક પરિણીતાએ કેનેડા રહેતા પતિ પોરબંદર રહેતા સાસુ જેઠ અને જેઠાણી વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ સ્વામિનારાયણ ચોક પાસે રહેતા એક મહિલા પોલીસ મથકમાં (Woman Police Station) નોંધાવેલી ફરિયાદ મુજબ 'લગ્ન બાદ થોડા દિવસ સારી રીતે સાસરિયામાં મને રાખ્યા બાદ નાની નાની બાબતમાં ઝઘડો કરવાનો મેણા ટોણા મારવા નું મારા સાસરિયાઓ (In Laws) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.'

'ઘરકામ બાબતે રસોઈ બાબતે ન બોલવાનું બોલતા અને મારા સાસરિયા પક્ષના લોકો કહેતા કે તારા મા બાપે શીખવાડ્યું નથી. તમે તો રસોઈ કરતા પણ આવડતું નથી. તેમજ મારા સાસુ તથા જેઠ જેઠાણી મને કહેતા કે, તું અમારા સ્ટેટસ ને લાયક નથી. આ પ્રકારના મેણા ટોણા મારી અને માનસિક ટોર્ચર કરતા. સમગ્ર વાત જ્યારે મેં મારા પતિને જણાવી ત્યારે તેઓ પણ મારા સાસુ અને જેઠાણી નો પક્ષ લઇ મને ત્રાસ આપતા હતા. '

આ પણ વાંચો : રાજકોટ : વકીલને પરિણીતા સાથેનો 'સંબંધ' ભારે પડ્યો, મહિલાના પરિવારે ટાંટીયા ભાંગી નાખ્યા

સમગ્ર મામલે મારા પરિવારજનો તેમજ મારા દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મારા સાસરિયાઓ ન મળતા આખરે મારે સાસરિયાના ત્રાસ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સાસુ તેમ જ સસરા વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવાની તેમજ દહેજની માંગણી કરતા હોય તે પ્રકારની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બીજા લગ્નમાં પણ મારે સાસરિયાનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. લગ્ન સમયે જ્યારે કરિયાવર નો સામાન કાઢતા હતા ત્યારે મારા પતિએ કહ્યું હતું કે તું કંઈ લાવી જ નથી. તારા લઈ આવેલા ઘરેણા પણ હલકા છે તેવા મહેણા ટોણા મારા પતિ મારતા હતા.

મેં બીબીએ સુધી અભ્યાસ કર્યો હોય જેના કારણે મારો પતિ નોકરી કરવા માટે મને દબાણ કરતો હતો. તો સાથે જ મને કહેતો હતો કે તારો ખર્ચ ત્યારે પોતે જ ઉપાડવો પડશે. સમગ્ર મામલાની વાત જ્યારે મેં મારા સાસુ સસરાને કરી ત્યારે તેઓ પણ પોતાના પુત્ર રવિ નું ઉપરાણું લઇ મારી સાથે ઝઘડો કરતા હતા.

તેમજ મારા સાસુ-સસરા અને પિયરથી ફર્નિચર તેમ જ ઘરેણાં લઇ આવવા માટે દબાણ પણ કરતા હતા. મારા સાસુ સસરા મને કહેતા હતા કે મારો દીકરો તેની મરજીથી જ રહેશે અને પોસાય તો રહે નહીંતર પિયર જતી રહે.

આ પણ વાંચો :  જામનગર : ધુડશીયા ગામના યુવાને GATEની પરીક્ષામાં દેશમાં 9મો ક્રમાંક મેળવી કાઠું કાઢ્યું

નાની નાની બાબતોને પણ મારા પતિ અને સાસુ-સસરા મને મેણાં ટોણાં મારી ઝઘડો કરતા રહેતા હતા. બે મહિના પૂર્વે મારા પતિ મને ખોટું બોલીને પિયર મૂકી ગયા હતા બપોરે ચડી જઇશ તેમ કહ્યું હતું પરંતુ બાદમાં તેઓ મને તેડવા ન આવતાં અને મારા સાસુ સસરા ને જાણ કરી હતી. પરંતુ તેઓએ મને કહ્યું હતું કે અમારે છૂટું જ કરી નાખવું છે. મારા પતિ પોતાને પહેરેલે કપડે પિયરમાં મૂકી ગયા હોય ઘરેણા સહિતનો સામાન સાસરિયાઓ પાસે રહેલો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Domestic violence, Police complain, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन