રાજકોટ : 'તું ત્યાં શું ધંધો કરે છે તે મને ખબર છે, મારે છૂટાછેડા લઇ લેવા છે,' પતિએ ફોન કટ કર્યો, પત્નીએ ગટગટાવી દવા

રાજકોટ : 'તું ત્યાં શું ધંધો કરે છે તે મને ખબર છે, મારે છૂટાછેડા લઇ લેવા છે,' પતિએ ફોન કટ કર્યો, પત્નીએ ગટગટાવી દવા
પ્રતિકાત્મક તસવીર

' તારી બાયડી તો મહારાણીની જેમ જ રાજ કરે છે ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે,' માતાએ મહેણું મારતા પુત્રએ કર્યુ ન કરવાનું કામ

  • Share this:
રાજકોટના (Rajkot) હનુમાનમઢી પાસેના અમર જીતનગર શેરી નં. 1માં માસાને ત્યાં રહેતી 23 વર્ષની પરિણીતાએ ભાવનગર રહેતા પતિ નિલેશ ઘનશ્યામભાઈ નૈયા, સાસુ ભારતીબેન અને મોટા સસરા મનજીભાઈ મંગાભાઈ નૈયા વિરુદ્ધ ત્રાસ આપી મારકૂટ કર્યાની (Domestic Violence) ફરિયાદ નોંધાવી છે. પતિ, સાસુ અને મોટા સસરા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, ચારેકવર્ષ પહેલાં સમૂહ લગ્નમાં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ ભાવનગરમાં (Bhavnagar) સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.

સાસરીયાઓ ભેગા મળી પતિને તેના વિરુદ્ધ એવી ચડામણી કરતા કે તારી પત્ની ઘરમાં માન-મર્યાદા રાખતી નથી. જેમ ફાવે તેમ બોલે છે. તેને ઘરનું કોઈ કામ સરખી રીતે આવડતું નથી એને કારણે પતિ તેને મારકૂટ કરી ગાળો આપી અપશબ્દો કહેતો હતો એટલું જ નહીં સાસરિયાઓ કહે તે પ્રમાણે જ રહેવાની ચીમકી પણ આપતો હતો એકાદ વર્ષ પહેલા તબિયત સારી ન હોવાથી સવારે પાણી ભરવા ઉઠી નહીં શકતા સાથે તેના પતિને તારી બાયડી તો મહારાણીની જેમ જ રાજ કરે છે ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે.આ પણ વાંચો : સુરત હનીટ્રેપ કેસ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધા

આ વાત સાંભળી પતિએ પત્નીને ગાળો ભાંડી મારકૂટ કરી હતી એટલું જ નહીં હવે તું આ ઘરમાં જોઈએ જ નહીં તેમ કહી કાઢી મૂકી હતી ત્યારથી માસા માસી ને ત્યાં રહે છે ત્યારબાદ અવારનવાર એણે પતિને મારો ફોન કરી મનાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેડવા આવ્યા ન હતા ગત તારીખ 24 ડિસેમ્બરે પતિએ તેને ફોન કરતાં તેણે પોતાને ઘેર જવાનું કહેતા પછી ઉશ્કેરાઈ છે ફરીથી ગાળો ભાંડી.

આ પણ વાંચો : ભાજપના સભ્યો જ દારૂ-જુગારના અડ્ડા અને ક્લબો ચલાવે છે: કૉંગ્રેસ MLA ગેનીબેન ઠાકોરનો આક્ષેપ

તેની ઉપર આક્ષેપ કર્યો કે 'તું ત્યાં શું ધંધો કરે છે. તે મને ખબર છે મારે તને હવે રાખવી જ નથી મારે તારી સાથે છૂટાછેડા લઇ લેવા છે તેમ કહી ફોન કાપી નાખ્યો ચિંતામાં બીજા દિવસે તેણે ઉંદર મારવાની દવા પી લીધી હતી જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સાસરિયાના ત્રાસથી કંટાળી આખરે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે હાલ તો પત્નીના નિવેદન પરથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:February 08, 2021, 13:06 pm

ટૉપ ન્યૂઝ