રાજકોટ : 'તું માવતરથી હોન્ડા લઈ આવ, જેમ આવી છો એમ પાછી જતી રહે,' પરિણીતા પર અમાનુષી અત્યાચાર

રાજકોટ : 'તું માવતરથી હોન્ડા લઈ આવ, જેમ આવી છો એમ પાછી જતી રહે,' પરિણીતા પર અમાનુષી અત્યાચાર
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો અને પ્રતિકાત્મક તસવીર)

'તું માવતરેથી કરિયાવર ઓછો લાવી છો. તું માવતર થી પૈસા લઈ આવ,' દહેજના ભોરિંગમાં ધરબાઈ જઈ રહેલી લગ્ન વ્યવસ્થાનો વરવો ચિતાર આપતો કિસ્સો

  • Share this:
રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરણિતાએ પોતાના પતિ સાસુ સસરા તેમજ જેઠ જેઠાણી અને નણંદ વિરુદ્ધ શારીરીક માનસીક ત્રાસ ગુજાર્યાની તેમજ દહેજ ધારા ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ ઉપરના અત્યાચારના કિસ્સા માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં પરણીતાએ ધોરાજી રહેતા પોતાના સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની તારા ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 29 એપ્રિલ 2010ના રોજ મારા લગ્ન સાબીર નામના વ્યક્તિ સાથે થયા હતા. છેલ્લા સાત વર્ષથી હું મારા માવતરે આવી ચૂકી છું. લગ્ન જીવન દરમિયાન મારે એક પુત્ર પણ છે. લગ્ન થયાના ચાર મહિલા વીત્યા બાદ હું આણું વાળવા મારા માવતરે આવી હતી. ત્યાર પછી મારા સાસુ મને સાસરે તેડી ગયા હતા. ત્યારબાદ મારા સાસરીયા પક્ષ દ્વારા તું માવતર થી હોન્ડા લઈ આવ, તેમજ તું માવતરેથી કરિયાવર ઓછો લાવી છો. તું માવતર થી પૈસા લઈ આવ તે સહિતની અનેક માંગણીઓ મારા સાસરિયા પક્ષના લોકો દ્વારા કરવામાં આવતી હતી.આ પણ વાંચો :  રાજકોટ : સામાન્ય અકસ્માત બાદ ખેલાયો ખૂની ખેલ, યુવકે છરી વડે હુમલો કર્યો, CCTV Videoમાં ઘટના કેદ

'પુત્રનો જન્મ થયા બાદ હું એક વર્ષ માવતરે રહી મારા સાસરીયે પરત ગઈ હતી. ત્યારે મારા જેઠાણી મને રસોડામાં જવા પણ દેતા નહીં તેમજ જમવાનું પણ આપતા નહીં. મારા નણંદ જ્યારે પણ ઘરે આવતા ત્યારે અમારા વચ્ચે ઝઘડા કરાવતા. તેમજ મારા પતિને અન્ય સ્ત્રી સાથે પણ હોય જેના કારણે તેઓ ઘરે પણ ન આવતા ખર્ચના પૈસા પણ ન આપતા.'

આ પણ વાંચો : રાજકોટ : 'હું પ્રેમી સાથે ઘર છોડીને ભાગી હતી, તે મને મૂકીને જતો રહ્યો છે, મારી મદદ કરો,' 181ની પ્રસંશનીય કામગીરી

'એક વખત માવતરે ગયા બાદ મારા સાસરિયા પક્ષના લોકો સમાધાન કર્યા બાદ મને ઘરે પરત લાવ્યા હતા. બાદમાં હું મારા ભાઈના ઘરે પ્રસંગ હોય જેના કારણે હું પ્રસંગ છે રાજકોટ પરત આવી હતી. ત્યારે ઘરે આવીને જોયું તો મારા સાસુ તાળું મારીને જતા રહ્યા હતા. તો સાથે જ મારા પતિને મેં ફોન કર્યો ત્યારે તેણે ગાળો ભાંડીને કહ્યું હતું કે, તો જેમ આવી છો તેમ પાછી જતી રહે.'
Published by:Jay Mishra
First published:January 29, 2021, 14:11 pm

ટૉપ ન્યૂઝ