Naresh Patel Politics: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પત્ની અને પુત્ર શિવરાજ પટેલે આપી સંમતિ, વાંચો કઈ પાર્ટીમાં જોડાશે
Naresh Patel Politics: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પત્ની અને પુત્ર શિવરાજ પટેલે આપી સંમતિ, વાંચો કઈ પાર્ટીમાં જોડાશે
નરેશ પટેલ પરિવાર
Gujarat political news: છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ નરેશ પટેલ (khodaldham Naresh Patel) રાજકારણમાં જોડાશે કે કેમ? નરેશ પટેલ રાજકારણમાં (politics) જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે આ મુદ્દો છેલ્લા ચાર મહિનાથી વધુ ગરમાયો છે.
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly election) યોજાવા ને હજુ તો વાર છે પરંતુ તે પૂર્વે જ રાજકારણમાં (Gujarat politics) ગરમાવો આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાય સમયથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ નરેશ પટેલ (khodaldham Naresh Patel) રાજકારણમાં જોડાશે કે કેમ? નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે આ મુદ્દો છેલ્લા ચાર મહિનાથી વધુ ગરમાયો છે. ખુદ નરેશ પટેલે પણ એક સપ્તાહ પૂર્વે મીડિયા (Media) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 20મી માર્ચથી લઇ 30મી માર્ચ સુધીમાં મારો નિર્ણય જાહેર કરી શકે હું રાજકારણમાં પ્રવેશ કરીશ કે કેમ? ત્યારે નરેશ પટેલના પુત્રનું નિવેદન સામે આવ્યું છે.
નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં શિવરાજ પટેલે જણાવ્યું છે કે, સારી અને સ્વચ્છ છબી ધરાવતા લોકોએ ચોક્કસ રાજકારણમાં આવવું જોઈએ. મારા પિતાને રાજકારણ માં જોડાવા માટે પરિવાર તરફથી પુરો સપોર્ટ છે. આગામી 30 તારીખ બાદ મારા પિતા પોતાનો નિર્ણય જાહેર કરશે કે તેઓ સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે કે કેમ? રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય તેમના પ્રાથમિક મુદ્દા હશે.
ત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટી શિક્ષણ અને સ્વાસ્થ્ય ના મુદ્દે દેશભરમાં રાજકારણ કરી રહી છે. તે જોતાં શિવરાજ પટેલના નિવેદન પરથી લાગી રહ્યું છે કે આગામી સમયમાં નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ત્યારે ખરા અર્થમાં નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ કેટલાક મીડિયા રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસમાં જોડાવા પૂર્વે તેમણે એક શરત મૂકી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેમ્પેઇનર તરીકે પ્રશાંત કિશોરની નિમણૂક કરવામાં આવે. ત્યારે ખરા અર્થમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ છે કે કેમ તેમજ કયા પક્ષ સાથે જોડાયેલ છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે નરેશ પટેલના પત્ની શાલીની બેનનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે પણ મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલની વર્ષોથી ઈચ્છા છે કે, તેઓ રાજકારણમાં જોડાઈ. તેમણે વર્ષોસુધી સમાજ માટે ખૂબ કામ કર્યું છે. બાળકોના લગ્નની જવાબદારી પણ તેમણે પૂર્ણ કરી લીધી છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે તેઓ રાજકારણમાં પોતાની ઇચ્છા મુજબ પ્રવેશ કરે. મારું માનવું છે કે નરેશ જે પણ પાર્ટી સાથે જોડાશે તે પાર્ટી ખૂબ જ સફળ થશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર