રાજકોટ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, ચાર દિવસ બાદ ખૂલ્યો ભેદ

રાજકોટ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા, ચાર દિવસ બાદ ખૂલ્યો ભેદ
'આજે મોકો છે એને જવા દેતા નહીં, પૂરો જ કરી નાંખજે. તું એને મારે ત્યારે તારો ફોન ચાલુ રાખજે, મારે પતિની ચીસો સાંભળવી છે.'

'આજે મોકો છે એને જવા દેતા નહીં, પૂરો જ કરી નાંખજે. તું એને મારે ત્યારે તારો ફોન ચાલુ રાખજે, મારે પતિની ચીસો સાંભળવી છે.'

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતી : રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા પરેશ નાથાભાઇ ગોહેલ નામના યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. જેમાં રહસ્ય ખુલતા સામે આવ્યું છે કે યુવાનની પત્ની કિરણબેન અને પ્રેમીએ મયુરભાઇએ મળીને હત્યા કરી હતી. બંન્નેની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક પરેશ તેની પત્ની અને બાળકોને અવારનલાર મારતો હતો. જેથી કંટાળીને કિરણે તેના પ્રેમી સાથે મળીને ગળુ દબાવી હત્યા કરી હતી. કિરણે પ્રેમીને કહ્યું હતું કે તું જ્યારે પતિ પરેશને મારે ત્યારે ફોન ચાલુ રાખજે, મારે તેની ચીસો સાંભળવી છે.

  પત્નીને પ્રેમી સાથે બે વર્ષથી પ્રેમ હતો  આ મામલે મળતી માહિતી પ્રમાણે પ્રેમી મયુરે કબૂલ્યું હતું કે, મૃતકની પત્ની કિરણ સાથે તેને બે વર્ષથી પ્રેમ હતો. કિરણ પ્રેમીને અનેકવાર ફરિયાદ કરતી કે તેનો પતિ તેને અને બાળકોને ઘણું જ મારે છે. જો આને કંઇ નહીં થાય તો હું જ મરી જઇશ. કિરણથી પતિ અલગ રહેતો હતો તો પણ તેને માર મારવા આવતો હતો. કિરણનાં કહેવાથી જ 8મીએ શુક્રવારે પરેશને મળીને તેને પોતાની બાઇક પર ફરવા લઇ ગયો હતો. જે બાદ તે કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા પાસે લઇ ગયો હતો. ત્યાં ગયા અને કિરણનો ફોન આવ્યો હતો. મયુરે કહ્યું હતું કે પરેશ મારી સાથે અવાવરુ જગ્યાએ છે. જેથી કિરણે મયુરને આક્રોશમાં કહ્યું હતું કે, 'આજે મોકો છે એને જવા દેતા નહીં, પૂરો જ કરી નાંખજે. તું એને મારે ત્યારે તારો ફોન ચાલુ રાખજે, મારે તેની ચીસો સાંભળવી છે.'

  આ પણ વાંચો : છત્તીસગઢ : રહેમરાહે સરકારી નોકરી મેળવવા દીકરાએ જ પિતાની હત્યા કરી

  ગળુ દબાવીને પરેશની કરી હત્યા

  જે બાદ મયુરે ગળુ દબાવીને પરેશની હત્યા કરી હતી. બીજે દિવસે શનિવારે 42 વર્ષનાં પરેશ નાથાભાઇ ગોહેલની લાશ મળી આવી હતી. મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી આજી ડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ રાઠોડ સહિતના સ્ટાફે લાશનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરેશને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયાનો પર્દાફાશ થતાં પોલીસે મૃતકનાં પરિવારની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ આ આખો ખૂની ખેલ પરથી એક પછી એક પડદા ઉઠ્યાં હતા અને પત્ની અને તેની પ્રેમિકાની ધરપકડ કરી લેવામાં આવી છે.
  First published:November 13, 2019, 09:31 am

  टॉप स्टोरीज