Home /News /kutchh-saurastra /

મહાશિવરાત્રી પર્વમાં બીલીપત્રનું શુ છે મહત્વ, જાણો તેના ધાર્મિક તેમ જ આર્યુવેદિક વિશેષતા

મહાશિવરાત્રી પર્વમાં બીલીપત્રનું શુ છે મહત્વ, જાણો તેના ધાર્મિક તેમ જ આર્યુવેદિક વિશેષતા

ભારતીય

ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે

એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ :- ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું.


    અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલ્વપત્રનું અદકું મહત્ત્વ છે.


    એમ કહેવાય છે કે બિલ્વવૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલ્વપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે.

    આ પણ વાંચો: અમદાવાદ : યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ, ફસાયેલા ભારતીયોની વ્હારે આવી ધાર્મિક સંસ્થાઓ


    બીલીપત્ર એટલે ધાર્મિક તેમ જ આર્યુવેદીક મહત્વ ધરાવતી વનસ્પતિ બીલીનાં પાંદડાં. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: God, Mahashivratri, Shiva, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन