રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નામો ચર્ચામાં, સેન્સ લેવાની પ્રક્રિયા સંપન્ન

News18 Gujarati
Updated: November 23, 2019, 1:47 PM IST
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નામો ચર્ચામાં, સેન્સ લેવાની પ્રક્રિયા સંપન્ન
પીએમ મોદી સાથે કમલેશ મીરાણી.

રાજકોટ સહિત 11 જિલ્લાઓ અને ચાર મહાનગરોના પ્રમુખ અને મહામંત્રીઓ માટેની સેન્સ લેવાઈ ચૂકી છે, રાજકોટ શહેર અને જિલ્લાના પ્રમુખ તરીકે આ નામો પર ચર્ચા.

 • Share this:
રાજકોટ : મંગળવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ સહિત 11 જિલ્લાઓના ચાર મહાનગરોના પ્રમુખ અને મહામંત્રી માટે સેન્સ લેવામાં આવી હતી. સેન્સ લેવા ખુદ કેબિનેટ કક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડફિયા આવી પહોંચ્યા હતા. સેન્સ લેવા માટે આવનારા બંને દિગ્ગજ નેતાઓ સૌપ્રથમ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા વચ્ચે ચલતા જૂથવાદના દ્રશ્યો જોયા હતા.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગોરધન ઝડફિયા સામે એક બાદ એક જિલ્લા અને મહાનગરોની સેન્સ લેવામાં આવી હતી. તેમાં સૌપ્રથમ રાજકોટ મહાનગર સેન્સમાં વારો આવ્યો હતો. રાજકોટ મહાનગરની સેન્સ પ્રક્રિયા માત્ર ચાર મિનિટમાં જ પૂર્ણ થઈ હતી. કારણ કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સામે અન્ય કોઈ આગેવાને પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી નથી.

શા માટે કમલેશ મીરાણી થઈ શકે છે રિપીટ?

કમલેશ મીરાણી છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રઘુવંશી સમાજનો ચેહરો છે. આ ઉપરાંત મીરાણી નિર્વિવાદિત ચહેરો છે. તેમને મુખ્યમંત્રીના નજીકના પણ માનવામાં આવે છે. તેઓ કોઈપણ જૂથ સાથે ન હોવા છતાં તમામ જૂથને સાચવી લેતાની મહારથ ધરાવે છે. કમલેશ મીરાણીએ 2017 અને 2019ની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખ તરીકે ચૂંટણીના પરિણામોમાં ઉત્તરોત્તર વધારો આપ્યો છે.

જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ ડી.કે. સખિયા ઉપરાંત ભરત બોઘરા, અરવિંદ રૈયાણી, અલ્પેશ ઢોલરીયા, ચેતન રામાણી, પ્રશાંત કોરાટ તેમજ નિતીન જાડેજા સહિતના લોકોએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ માટે મુખ્યત્વે ત્રણ વિસ્તારમાંથી સ્વીકૃતિ મળવી જરૂરી છે, જેમાં જસદણ, ગોંડલ અને જેતપુરનો સમાવેશ થાય છે.

અરવિંદ રૈયાણી
આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ તેમજ ચાર મહાનગરોના પ્રમુખ અને મહામંત્રીઓના નામોની જાહેરાત કરવાની છે. આ તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં થનારી નામોની જાહેરાત જ્ઞાતિના સમિકરણ આધારિત કરશે. કોઈ જિલ્લામાં ઓબીસીને પ્રભુત્વ આપવામાં આવશે તો કોઈ જિલ્લામાં જનરલ કેટેગરીના આગેવાનને તક આપવામાં આવશે. કોઈ જગ્યાએ એસ.સી/એસ.ટી સમાજમાંથી આવતા આગેવાનને તક આપવામાં આવશે. 2020ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જરૂરી છે કે ભારતીય જનતા પાર્ટી વેલ બેલેન્સ્ડ રીતે તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરે અને તેમને જવાબદારીની સોંપણી કરે

ડી.કે.સખીયા


ડી.કે. સખિયાના સબળા પાસા

 • બધા જૂથને સાથે ચાલનારો ચહેરો.

 •  લેઉવા પાટીદાર સમાજ નો ચહેરો.

 •  નિર્વિવાદીત ચહેરો.

 •  માર્કેટીંગ યાર્ડના ચેરમેન.


 • ભાજપે દાવેદારી નોંધાવનાર અન્ય આગેવાનનો જો છેદ ઉડાડવો હોય તો ડી.કે. સખીયાને રિપીટ કરવા પડે.


ભરત બોઘરાના સબળા પાસા

 •  લેઉવા પાટીદાર સમાજનો ચહેરો.

 • જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય.

 • ભારતીય જનતા પાર્ટીની ગાઈડ લાઈનમાં રહી કામ કરતા આગેવાન.

 • જોકે, અહીં નબળું પાસું એ છે કે બોઘરાની ચાહના જસદણ વિસ્તાર પૂરતી જ સીમિત છે. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે ચાલી રહેલી વિવાદ તેમને નડી શકે છે.


અરવિંદ રૈયાણીના સબળા પાસા

 • લેઉવા પાટીદાર સમાજનો ચહેરો.

 • શહેરની સાથે જિલ્લાના આગેવાનો સાથે પણ સારા સંબંધો.

 • કોર્પોરેટર સાથે ધારાસભ્યની પણ જવાબદારી નિભાવી રહ્યા છે .

 • તાજેતરમાં જ વોર્ડ પ્રમુખની કરવામાં આવેલ નિમણૂકમાં અરવિંદ રૈયાણી

 • જૂથના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

 • વર્તમાન પ્રમુખ ડી.કે. સખિયા રિપીટ ન થાય તો લેઉવા પાટીદાર તરીકે અરવિંદ રૈયાણીને તક મળી શકે છે.


નાગદાન ચાવડા


નાગદાન ચાવડાના સબળા પાસ

 • ઓબીસી સમાજનો ચહેરો.

 •  તાજેતરમાં જ આહિર શૌર્ય દિવસના કાર્યક્રમમાં આગેવાની લીધી હતી.

 • કાર્યક્રમમાં ખુદ મુખ્યપ્રધાને હાજરી આપી હતી.

 • સૌરાષ્ટ્ર ભાજપના આહિર સમાજમાંથી આવતા સંસદસભ્ય અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

 • લેઉવા પાટીદાર સમાજને જો પ્રમુખ ન બનાવવા હોય તો ફરજિયાત ઓબીસી સમાજમાંથી આવતા નાગદાન ચાવડાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા પડે.

 •  જોકે,  અહીં નબળું પાસું એ છે કે નાગદાન ચાડવાએ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રમુખ તરીકે નબળો દેખાવ કર્યો હતો. જે બાદમાં ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી રાજકોટ જિલ્લા પંચાયતનું શાસન ગુમાવવાનો વારો આવ્યો હતો.

First published: November 23, 2019, 12:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading