હમ નહીં સુધરેંગે! છેલ્લા દસ જ દિવસમાં રાજકોટવાસીઓએ નિયમો તોડી એક કરોડનો દંડ ભર્યો


Updated: July 10, 2020, 9:33 PM IST
હમ નહીં સુધરેંગે! છેલ્લા દસ જ દિવસમાં રાજકોટવાસીઓએ નિયમો તોડી એક કરોડનો દંડ ભર્યો
ફાઈલ તસવીર

જાહેરમાં થુંકતા લોકોને પણ સીસીટીવી કેમેરાની મદદથી શોધી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. હાલ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી નિયમો નહિ પાળતા લોકો પાસેથી દંડ વસૂલી રહ્યા છે.

  • Share this:
રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસે (coronavirus) જોર પકડ્યું છે ત્યારે સરકાર તરફથી અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ગુજરાતના (Gujarat) કેટલાક લોકો પોતાની મનમાની ચલાવીને કાયદાની ઐસીતૈસી કરે છે. જોકે, આવા લોકોને પાઠ ભણાવવા માટે સરકાર દ્વારા દંડ વસૂલવામાં આવે છે. રાજકોટમાં (Rajkot) ધીમે ધીમે કોરોના ફરી માંથુ ઉચકી રહ્યો છે. છતાં પણ રાજકોટના લોકો સુધરવાનું નામ નથી લેતા અને છેલ્લા 10 દિવસમાં રાજકોટવાસીઓએ એક કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે.

જે રીતે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન પાંચમાં (lockdown-5) અનલોક એક પણ કરવામાં આવ્યું જેમાં ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી છે જે રીતે લોકડાઉન દરમિયાન લોકોને ઘર બહાર નીકળવાની મનાઈ હતી ત્યારે પણ ઘણા લોકો ઘરની બહાર નીકળતા હતા તો બીજી તરફ માસ્ક વગર પણ ઘણા લોકો બહાર નીકળ્યા હતા. જોકે પોલીસે પણ આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-શરુ કરો પોતાનો LED લાઈટ બનાવવાનો બિઝનેસ, થશે તગડી કમાણી, જાણો આ અંગે બધું

રાજકોટમાં અનલોક-2 દરમિયાન લોકોએ નિયમોનો ભંગ કર્યો હતો જેમાં પોલીસે છેલ્લા 10 જ દિવસમાં 1 કરોડ 4 લાખ 45 હજાર 800નો દંડ વસુલ કર્યો છે. રાત્રીના દસથી સવારના પાંચ સુધી કર્ફયુ પણ જાહેર થયો છે. તા. 1/7થી અનલોક-2ના આજ સુધીના સમયગાળામાં એટલે કે દસ દિવસમાં શહેરની તમામ પોલીસે જાહેરનામા ભંગના કુલ 609 ગુના દાખલ કર્યા છે અને 4652 વાહનો ડિટેઇન કર્યા છે.

આ પણ વાંચોઃ-ચમત્કાર! આ ઐતિહાસિક મંદિરમાં આવેલા આંબાના ઝાડમાંથી ધૂમાડો નીકળવાનો દાવો, લોકોના ટોળાં ઉમટ્યા

આ પણ વાંચોઃ-સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં 100 દિવસમાં રેડ ઝોનમાંથી આવતી 1000 મહિલાની પ્રસુતિ થઈ, જેમાં હતી 53 કોરોના પોઝિટિવઆ ઉપરાંત જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થુંકનારા કુલ 52,229 લોકોને પકડી લઇ રૂ. 1,04,45,800નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તેમજ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પાંચ કરતાં વધુ વખત જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળ્યા હોય તેવા 237 લોકોને પણ પણ શોધી કાઢ્યા છે.

તેમજ જાહેરમાં થુંકતા લોકોને પણ સીસીટીવી કેમેરાની મદદથી શોધી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. હાલ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી નિયમો નહિ પાળતા લોકો પાસેથી દંડ વસૂલી રહ્યા છે.
Published by: ankit patel
First published: July 10, 2020, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading