સૌરાષ્ટ્રમાં ખેડૂતો જોઇ રહ્યાં છે વરસાદની રાહ, મોટાભાગનાં ડેમો ખાલીખમ

News18 Gujarati
Updated: June 30, 2019, 8:42 AM IST
સૌરાષ્ટ્રમાં ખેડૂતો જોઇ રહ્યાં છે વરસાદની રાહ, મોટાભાગનાં ડેમો ખાલીખમ
પ્રતિકાત્મક તસવીર

લોકોની સાથે ખેડૂતો અહીં સારો વરસાદ પડે તેની રાહ જોઇ રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો હોવા છતા રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકામાં હળવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ગયા વર્ષે પણ અપુરતો વરસાદને કારણે અહીંનાં મોટાભાગનાં ડેમોમાં પાણીનું સ્તર ઘણું નીચે છે. સૌની યોજનાનું પીવા માટે મર્યાદિત પાણી ઠલવાતું રહ્યું છે, પરંતુ સિંચાઇ માટે જોઇએ તેટલો જથ્થો ઉમેરાયો નથી. જેના કારણે જામનગર જિલ્લાનાં 20 અને દ્વારકાનાં 12 ડેમોમાં પાણી જ નથી. જેના કારણે લોકોની સાથે ખેડૂતો અહીં સારો વરસાદ પડે તેની રાહ જોઇ રહ્યાં છે.

વરસાદનાં આગમન સાથે જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, જેતપુર, ગોંડલ સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ આ વિસ્તારોમાં વાવણી કરી દીધી છે જેથી હવે બધા જ ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. સૌરાષ્ટ્રના કુલ 139 ડેમો અને જળાશયોમાં 10 ટકાથી ઓછું પાણી છે. આ તમામ જળાશયોમાં 2537 એમસીએમ જથ્થો રહ્યો છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં 332 એમસીએમ પાણીનો જથ્થો છે એટલે કે 9:30 ટકાની આસપાસ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર પછી ખરાબ હાલત ઉત્તર ગુજરાતની છે. અહીંના 15 ડેમોમાં માંડ 1922 એમસીએમ એટલે કે અહીં પણ 11:30 ટકાની આસપાસ પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સ્થિતિ થોડી સારી છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 40 ટકા જેટલું પાણી છે. સમગ્ર રાજ્યના નર્મદા ડેમને બાદ કરતા કુલ 204 ડેમ અને જળાશયોમાં ઓછું પાણી છે.

આ પણ વાંચો : ભાવનગરના તમામ વિસ્તારમાં ફરશે પર્યાવરણ રથ, દરેકને મફતમાં અપાશે વૃક્ષ-છોડ

વરસાદની 24 કલાકની આગાહી

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે જેના કારણે 24 કલાક ભારે વરસાદની આગાહી છે. આ સિસ્ટમને કારણે દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 24 કલાક બાદ સિસ્ટમ નબળી પડી જશે. તે પછી સામાન્યથી મધ્ય વરસાદ રહેશે. આજે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું છે. જેના કારણે ગુજરાત તરફ ડિપ્રેશન થઇને આગળ વધશે. આ સિસ્ટનને કારણે આગામી મહિના જુલાઇની 3, 4 અને 5 તારીખે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
First published: June 30, 2019, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading