ચોકીદાર દંપતીએ મકાન માલિકના જ ઘરમાં કર્યો 4.56 લાખનો હાથફેરો

News18 Gujarati
Updated: April 13, 2019, 4:07 PM IST
ચોકીદાર દંપતીએ મકાન માલિકના જ ઘરમાં કર્યો 4.56 લાખનો હાથફેરો
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં જમીન-મકાનના ધંધાર્થીના બંધ મકાનમાંથી ચોકીદાર નેપાળી દંપતી સાગરીત સાથે મળી રૂ.4,56,500ની માલમતાની ચોરી કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટના કાલાવાડ રોડ ઉપર નંદનવન સોસાયટી શેરી નંબર 6માં રહેતા વલ્લભભાઈ દેવજીભાઇ ટાંક નામના જમીન-મકાનના ધંધાર્થીના બંધ મકાનમાંથી ચોકીદાર નેપાળી દંપતી સાગરીત સાથે મળી રૂ.4,56,500ની માલમતાની ચોરી કરીને નાસી છૂટ્યાનો બનાવ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી પ્રમાણે વલ્લભભાઈએ એક સપ્તાહ પહેલા તા. 4ના રોજ જ આઇ.ડી. પ્રુફ લઇને નેપાળી દંપતી રતન ખડકા સાઇ અને તેની પત્ની લક્ષ્મીની ચોકીદાર અને ઘરકામ માટે રાખ્યા હતા. તા. 9ના રોજ ચોકીદારના હવાલે ઘર કરીને વલ્લભભાઈ પત્ની સાથે અમદાવાદ આવ્યા હતા.

બહેનને ત્યાં એક રાથ રોકાયા હતા. બીજા દિવસે ચોકીદાર રતનને ફોન કરતા રિસીવ કરતો ન હતો. જેથી રોજ દૂધ આપવા આવનારને ફોન કર્યો તો તેણે પણ દૂધ લેવા ઘર બહાર કોઇ ન નીકળ્યાનું કહ્યું હતું. જેથી કોઠારીયા રોડ ઉપર રહેતા ભાણેજને ઘરે દોડાવ્યા તો ખ્યાલ આવ્યો કે ચોકીદાર દંપતી ઘરમાંથી હાથફેરો કરી ફરાર થઇ ગયું છે.

ઘરધણી વલ્લભાઇએ આવીને જોતા અંદર કબાટમાંથી ઘડિયાળો, સોનાના અલગ અલગ ઘરેણાઓ ડોલર મળી 4.56 લાખની વસ્તુઓ ગાયબ હતી. સામેના ભાગના સી.સી.ટી.વી. ચેક કતા મકાનના રસોડાની બારી તોડીને ચોકીદાર દંપતી અને તેી સાથેનો શખસ મકાનમાં પ્રવેશતા નજરે પડ્યા છે.
First published: April 13, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading