નગ્ન ફોટા પાડી 30 લાખની કરી માંગ, જાણો - કેવી રીતે કરતા હનીટ્રેપ?

News18 Gujarati
Updated: March 25, 2018, 4:50 PM IST
નગ્ન ફોટા પાડી 30 લાખની કરી માંગ, જાણો - કેવી રીતે કરતા હનીટ્રેપ?
રીયાદી ભરત પટેલને નગ્ન કરીને આરોપી સરોજ સાથેનાં નગ્ન ફોટોગ્રાફ્સ પાડ્યા હતા...

રીયાદી ભરત પટેલને નગ્ન કરીને આરોપી સરોજ સાથેનાં નગ્ન ફોટોગ્રાફ્સ પાડ્યા હતા...

  • Share this:
રાજકોટ પોલીસે હનીટ્રેપમાં ફસાવીને યુવાન પાસેથી રૂપીયા ખંખેરતી ટોળકીની બે યુવતી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવાન સાથે મિત્રતા કેળવ્યા બાદ ચોટીલા હોટલમાં અન્ય યુવતી સાથે યુવાનનાં નગ્ન ફોટોગ્રાફ્સ પાડીને 30 લાખ રૂપીયાની માંગણી કરી બ્લેકમેઇલ કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે હનીટ્રેપ કરનાર શખ્સોને જેલનાં સળીયા ગણતા કરી દીધા હતા.

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સોનાં નામ છે. કિશન સિધ્ધપુરા, રીદ્ધી ઓઝા અને સરોજ ડોડીયા. આ ત્રણેય શખ્સો પર આરોપ છે રાજકોટનાં એક યુવાન સાથે મિત્રતા કેળવીને હનીટ્રેપ કરવાનો.

સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટનાં વાણીયાવાડી વિસ્તારમાં રહેતો ભરત પટેલ નામનાં યુવાન અને આરોપી રીદ્ધી ઓઝા એકબીજાને ઓળખતા હતા. જેથી અવાર નવાર ભરત પટેલ રીદ્ધીને લઇને હોટલમાં ભોજન લેવા અને શોપીંગ કરવા લઇ જતો હતો.

જોકે આ વાતની રીદ્ધીનાં મંગેતર કિશન સિદ્ધપુરાને જાણ થતા કિશને અન્ય યુવતી સરોજ ડોડીયા સાથે મળીને ભરત પાસેથી રૂપીયા ખંખેરવાનો કારશો રચ્યો હતો. જેથી આરોપી કિશને તેની મંગેતર રીદ્ધીને ફરીયાદી ભરત પટેલને ચોટીલા ફરવા લઇ જવાનું કહ્યું હતું અને ત્યાં હોટલમાં તેની સાથે રોકાવવાનો પ્લાન ઘડ્યો હતો.

પ્લાન આધારે આરોપી રિદ્ધી અને ભરત હોટલમાં પહોંચતાની સાથે જ આરોપી કિશન અને સરોજ રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં ફરીયાદી ભરત પટેલને નગ્ન કરીને આરોપી સરોજ સાથેનાં નગ્ન ફોટોગ્રાફ્સ પાડ્યા હતા અને 30 લાખ રૂપીયાની માંગણી કરી હતી. એટલું જ નહિં ફરીયાદી ભરત પાસે રહેલા 6 હજાર રૂપીયાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ 30 લાખ નહિં આપે તો નગ્ન ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. આ બાબતે ફરીયાદીએ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસનાં કહેવા પ્રમાણે, આરોપી કિસન અને રીદ્ધીની સગાઇ થયેલી છે. જોકે રીદ્ધીને ભરત પટેલ નામનાં યુવાન સાથે મિત્રતા હોવાની જાણ થતા કિસને માસ્ટર પ્લાન ઘડ્યો હતો. જેમાં તેની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, કિસને તેની અન્ય એક સાગરીત સરોજ ડોડીયાને આ પ્લાનમાં સામેલ કરી હતી. જ્યારે મિત્રતા કેળવ્યા બાદ યુવાન હનીટ્રેપમાં ફસાયા પછી તેને હોટલમાં લઇ જઇને યુવતી સાથે અંગત પણો માણવાનું શરૂ કરે તે પહેલા જ આરોપી કિસન સિદ્ધપુરા પહોંચી જતો હતો. અને પોલીસ તરીકેની અથવા તો પોલીસમાં ઓળખીતા છે તેવી ઓળખાણ આપતો હતો. ત્યારબાદ યુવતી સાથેનાં નગ્ન ફોટોગ્રાફ ખેંચીને બ્લેકમેઇલીંગ કરી રૂપીયા ખંખેરતા હતા. આરોપી રીદ્ધી અને કિસનની સગાઇ થઇ ગઇ હોવાથી રીદ્ધીની બદનામી ન થાય તે માટે સરોજ ડોડીયાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
First published: March 25, 2018, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading