Home /News /kutchh-saurastra /

રાજકોટને પાણી આપતો ન્યારી ડેમ બન્યો ગંદકીનો ગઢ: સફાઇ હાથ ધરાઇ

રાજકોટને પાણી આપતો ન્યારી ડેમ બન્યો ગંદકીનો ગઢ: સફાઇ હાથ ધરાઇ

ન્યારી ડેમમાં કચરો સાફ કરતાં સ્વંયસેવકો

રાજકોટ મહાનગરપાલિકા અને સ્મેશ (SMASH) બેડમિન્ટન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી ન્યારી ડેમ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. રાજકોટ શહેરનાં જળાશય જેવા કે, ન્યારી ડેમ સાઈટ પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં આવતા મુલાકાતીઓ, પ્રવાસીઓ, સહેલાણીઓ દ્વારા કચરો ફેંકેલો હોય કે નાળીયેર પધરાવેલ હોય કે ખંડિત મૂર્તિઓ પધરાવવામાં આવતી હોય જેથી આ જળાશયોને પ્રદુષિત થાય છે, તેને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સ્મેશ (SMASH) બેડમિન્ટન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી ન્યારી ડેમ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    બેડમિન્ટનગ્રુપનાં હરસુખભાઈ રાજપરા અને તેમના સભ્યોએ ન્યારી ડેમની મુલાકાત લીધેલ હતી. ત્યારે તેમને અને તેમના સભ્યોએ સફાઈ કરવાનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકાએ ન્યારી ડેમ સાઈટ સફાઈ અભિયાન કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને સાથે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

    ન્યારી ડેમ સાઈટ સ્વચ્છતા અભિયાનમાં સ્મેશ બેડમિન્ટન ગ્રુપ તેમજ અન્ય સભ્યો થઇ અંદાજીત કુલ ૭૦ જેટલા લોકોએ રવિવારની જાહેર રજામાં સ્વેચ્છાએ હાજર રહી ન્યારી ડેમ સાઈટ પર પ્લાસ્ટિક કચરો અને ખંડિત મૂર્તિઓ કલેક્ટ કરેલ હતી. આ અભિયાનમાં યુવા ભાઈ-બહેનો પણ જોડાયેલા હતા.

    ન્યારી ડેમ સ્વચ્છતા અભિયાન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી હતી. જેના મુખ્યત્વે વેસ્ટ ઝોનની ક્વીક રિસ્પોન્સ ટીમ, ૮ સફાઈ કામદાર, ૨ સુપરવાઈઝર, ૧ સેનેટરી ઇન્સ્પેકટર, ૨ સેનેટરી સબ ઇન્સ્પેકટર, ૧૦૦ માસ્ક, ૧૦૦ ગ્લોઝ્ડ, ૧૦ ખાપરી-પાવડા-તગારા તેમજ કચરો ભેગો કરવા જરૂરિયાત મુજબ ૧૦૦ બેગ અને ૨ વાહનો, એક કાર્ગો અને એક ટીપરની ફાળવણી કરી સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલો હતો.

    સ્મેશ બેડમિન્ટન ગ્રુપ માંથી મુખ્યત્વે હરસુખભાઈ રાજપરા, ભાવિનભાઈ, નંદન, વિજય, કૈલેરા, વિમલ, ચંદ્રેશ, અમિત, મનીષ, હિતેશ, જયેશ વગેરે દ્વારા જહેમત ઉઠાવી આ સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Civic body, Plastic, Solid waste, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन