રાજકોટ (Rajkot) શહેરના રસ્તા પર બે નબીરાઓ કાર મુખ્ય માર્ગ પર વચ્ચો વચ્ચ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તે પ્રકારે પાર્ક કરીને ડાન્સ કરતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં (Viral video of Youth Dancing on Road) વાઇરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા (Rajkot Police) વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે જ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવશે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઇ રહ્યો છે.
જે વીડિયોમાં (Video) બે નબીરાઓ રાત્રિના સમયે મુખ્ય રસ્તા પર કાર ઊભી રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરી રહ્યા હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયો (Viral Video) માં બંને યુવકો ડાન્સ કરી રહ્યા (Youth Dancing) હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે રસ્તાની વચ્ચોવચ કાર ઉભી રાખતા ટ્રાફિક જામના (Traffic Jam) દ્રશ્યો પણ સર્જાયા હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. જે પ્રકારે વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો : સુરત : 1 કરોડની ખંડણી-અપહરણ કેસ, અજયે પ્રેમિકાને 'પામવા' ઘડ્યો હતો આખો પ્લાન, 24 લાખની હતી જરૂર
તેમાં રાજકોટ કા રાજા ગીત પર બંને યુવકો ડાન્સ કરી રહ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંને નબીરાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ બંને આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ પણ કરવામાં આવશે તેવું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે lockdown દરમિયાન એપ્રિલ મહિનામાં રાજકોટ શહેરના અમીનમાર્ગ રોડ પર નો એક વિડીયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં બે જેટલા યુવાનો કારની અંદર ટેપ વગાડી કારના આગળના ભાગમાં રાસ રમતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જે મામલે સંબંધિત વ્યક્તિઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટ : 'મારો એક્સિડેન્ટ થયો છે, પૈસા ટ્રાન્સફર કર,' FBમાં આવો મેસેજ આવે તો ચેતજો, યુવકને 50,000નો ચૂનો લાગ્યો
ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં lockdown દરમિયાન જાહેરમાં ક્રિકેટ અને પત્તા રમી વીડિયો ટિકટોક પર અપલોડ કરનાર તમામ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.