ઉપલેટા : ભારત ચંદ્ર સુધી યાન પહોંચાડવાની પ્રગતિ કરી ચુક્યો છે પરંતુ સમાજમાંથી છૂત-અછૂતની પ્રથા હજુ સુધી ભૂસાઈ નથી. રાજકોટ જિલ્લાની ઉદ્યોગ નગરી ઉપલેટાની એક શાળામાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. શાળાની વિદ્યાર્થિનીઓએ આ વીડિયોમાં કોઈ વડીલને ફરિયાદ કરી છે કે શિક્ષિકાઓ અને તેમની સાથે જાતિ વિરુદ્ધની ટિપ્પણીઓ કરે છે અને શિક્ષક વિદ્યાર્થિનીઓના શરીરમાં ચૂટલા ભરે છે.
'તમે દલિત છો અહીંયા નહીં આવવાનું'
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે શિક્ષિકા એવું કહે છે કે ગોયણીમાં દલિત વિદ્યાર્થિનીએ નહીં આવવાનું. દલિત છોકરીઓને ધક્કો મારી નાખી દે છે. લક્ષ્મી ટીચર, રસીલા ટીચર અને જીગ્નેશ સર ધક્કો મારી દે છે.
જીગ્નેશ સર છોકરીયું પાસે જ બેસે
વિદ્યાર્થિનીઓ વાયરલ વીડિયોમાં ફરિયાદ કરી રહી છે કે 'જીગ્નેશ સર વિદ્યાર્થિનીઓની પાસે જ બેસે છે અને તેમના હાથમાં અને પગમાં પણ ચૂટલા ભરે છે. અમને તેમનું વર્તન ગમતું નથી. લક્ષ્મી ટીચર સારૂં ભણાવે છે પરંતુ મારી લે છે.
આ પણ વાંચો : બૉલિવૂડના ગાયક મીકા સિંહની મેનેજર સૌમ્યા ખાને આપઘાત કર્યો, ચોંકાવનારી વિગતો બહાર આવી
તમારા દલિતમાં મેહમાન આવે તો મટન ખવડાવો?
વિદ્યાર્થિનીઓએ કહ્યું કે ' સર અમને એવું પૂછે છે કે તમારા દલિતમાં તો મહેમાન ઘરે આવે તો મટન ખવડાવોને? તમારે તો નીવેધમાં અને લગ્નમાં પણ બકરો હોય છે ને? અમે ત્યાં ભણવા જઈએ છીએ કઈ જવાબ આપવા નથી જતા. એક છોકરીના પપ્પાએ તો કહી દીધું કે તમારાથી થાય એ કરી લેજો હું મારી છોકરીને મોબાઇલ આપીશ'
આ પણ વાંચો : રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં હરણને ફાડી ખાનારો દીપડો પાંચ દિવસે પકડાયો

શિક્ષિકા લક્ષ્મીબેને એક વીડિયો જાહેર કરી પોતે આ પ્રકરણમાં નિર્દોષ હોવાનો ખુલાસો આપ્યો હતો.
'કસુરવાર શિક્ષિકાનું નામ કાઢી મારૂં નામ ફીટ કરી દીધું'
આ મામલે શાળાની શિક્ષિકાએ લક્ષ્મીબેન ચંદ્રવાડિયાએ એક વીડિયો જાહેર કરી જણાવ્યું હતું કે ' સાશનાધિકારી અને શિક્ષણ નિયામકને અપીલ કરૂં છે કે હું ગોયણી જમાડવાના પ્રકરણમાં હું ક્યાંય હાજર નહોતી. મારૂં નામ ફરિયાદમાં ક્યાંય નહોતું. મારૂં નામ કાઢી અને કસુરવાર શિક્ષિકાનું નામ કાઢી દીધું. મેં મારી વિદ્યાર્થિનીઓને ક્યાંય મોકલી નહોતી. જે વિદ્યાર્થિની બોલી રહી છે તે મારા ક્લાસની વિદ્યાર્થિની નથી. મેં વાણી વિલાસ કર્યો નથી તેની હું ખાત્રી આપું છું. જો હું ખોટી હોત તો રજા પર ઉતરી જાત. ઘરે કોઈના દબાણમાં તૈયાર કરાવેલા વીડિયોના આધારે પગલાં લેવાના સ્થાને તમે CCTV ફૂટેજના આધારે તપાસ કરજો'