રાજકોટ: રંગીલો રાજકોટ (Rajkot City) હંમેશા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલ રાજકોટનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક યુવક એક યુવતીને બળજબરીથી પકડીને લઈ જઈ રહ્યો છે. સાથે સાથે યુવક બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે. આ આખો મામલો પ્રેમ પ્રકરણ (Love Affairકે બીજો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટનું રેષકોર્ષ ગાર્ડન અને મેદાન પ્રેમી પંખીડાઓ માટે મળવાનું પ્રસિદ્ધ સ્થળ છે. અહીં કૉલેજીયનો તેમજ પ્રેમી યુગલો જોવા મળતા હોય છે. આ ઉપરાંત આ હાઇફાઇ વિસ્તારની સાથે સાથે ફરવા માટેનું પણ ઉત્તમ સ્થળ છે. રેસકોર્ષની ચારે તરફ આવેલા રોડ પર ખાણીપીણી, આઇસ્ક્રિમની દુકાનો ધમધમતી હોય છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રવિવારની રાત્રીના 11 વાગ્યાથી સોમવાર સવારના પાંચ વાગ્યા સુધી કોમ્બિંગ નાઈટનું આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય રાત્રીના અંધકારમાં પણ લોકો સુરક્ષિત મહેસૂસ કરી શકે તેમજ રાત્રી દરમિયાન થનાર ગુનાખોરીનું પ્રમાણ અટકે તેવો છે. બીજી તરફ રાજકોટ શહેરના રેસકોર્ષ રિંગ રોડ પર આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખરેખર દુઃખદ છે.
અહીં જોવાની વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે કોઈએ પણ આ પીડિત યુવતીને બચાવવાની પ્રયાસ કર્યો ન હતો. એટલું જ નહીં યુવકને અટકાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. સાથે જ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી ન હતી.
હાલ જે પ્રકારે વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે તે પોલીસ સુધી પણ પહોંચ્યો છે. રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વાયરલ વીડિયો મામલે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં દેખાતો યુવક ઝડપાયા બાદ જ સમગ્ર ઘટના શું હતી તેનો સાચો ખયાલ આવશે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક એક યુવતીને ગરદનથી પકડીને લઈ જઈ રહ્યો છે. હાલ દિવાળીનો સમય હોવાથી રેસકોર્ષ અને રિંગરોડ પર ખૂબ ભીડ હોય છે. આવા સમયે એક યુવક એક યુવતીને ગરદનથી પકડીને લઈ જતાં લોકોમાં ચર્ચા જાગી છે.
આ વીડિયોને ધ્યાનથી જોવામાં આવતા વીડિયોમાં યુવક યુવતીને બીભત્સ ગાળો પણ બોલી રહ્યો છે. હાલ આ વીડિયોએ રાજકોટમાં ખૂબ ચર્ચા જગાવી છે. આટલા બધા લોકો વચ્ચે આ યુવક યુવતીને આવી રીતે પકડીને શા માટે લઈ જઈ રહ્યો છે તે સવાલ ઊઠી રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક યુવતીને બળજબરી પૂર્વક લઈ જઈ રહ્યો હોવાની સાથે સાથે ધક્કા પણ મારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે રેષકોર્ષ રિંગ રોડ પર આ બનાવ બન્યો છે ત્યાં મહિલા પોલીસ સ્ટેશન પણ આવેલું છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર