ગોંડલ : 'કોઈ એક લાખની લોન મળવાની નથી, ખોટું છે બધું' નાગરિક સહકારી બેન્કના ચેરમેમની ક્લિપ Viral


Updated: May 24, 2020, 5:44 PM IST
ગોંડલ : 'કોઈ એક લાખની લોન મળવાની નથી, ખોટું છે બધું' નાગરિક સહકારી બેન્કના ચેરમેમની ક્લિપ Viral
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જયંતિ ઢોલની ફાઇલ તસવીર

ગોંડલ કોંગ્રેસ ના આશિષ કુંજડિયા નામના વ્યક્તિ અને ગોંડલ નાગરિક સહકારી બેન્ક ના ચેરમેન અને ભાજપના આગેવાન જયંતિ ઢોલ વચ્ચે ની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે.

  • Share this:
એક તરફ લોકડાઉન વચ્ચે લોકો લાખ ની લોન લેવા ધોમ તળકા માં લાઈન લગાવી ઉભા રહે છે ત્યારે બીજી તરફ લાખ ની લોન પાછળ ગોંડલમાં રાજકારણ ગરમાયુ છે. એક ઓડિયો કલીપ ને આધારે ભાજપ કોંગ્રેસ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રજી છે. ગઈકાલે સોશિયલ મીડિયા માં એક ઓડિયો કલીપ વાઇરલ થઈ હતી જેના પરથી હવે રાજકરણ ગરમાયુ છે.

ગોંડલ કોંગ્રેસ ના આશિષ કુંજડિયા નામના વ્યક્તિ અને ગોંડલ નાગરિક સહકારી બેન્ક ના ચેરમેન અને ભાજપના આગેવાન જયંતિ ઢોલ વચ્ચે ની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં આશિષ નામના વ્યક્તિ જયંતીભાઈ ને ફોન કરી એક લાખ ની લોન ના ફોર્મ વિશે પૂછે છે. આશિષભાઈ દ્વારા પૂછવામાં આવ્યું છેકે રાજકોટ અને સુરત માં એક લાખ ની લોન ના ફોર્મ માટે લોકો લાઈન માં ઉભા છે જ્યારે ગોંડલમાં ફોર્મ વિતરણ નથી થતું. જોકે સામેથી જયંતીભાઈ દ્વારા એવું જણાવવામાં આવે છે કે બધું ખોટું છે, કઈ લોન મળવાની નથી.

આ પણ વાંચો :  સુરત : તક્ષશિલા અગ્નિકાંડની પ્રથમ વરસી, માબાપ એ જ બિલ્ડીંગ નીચે ચોધાર આંસુએ રડ્યા, વર્ષે પણ ન્યાય ન મળ્યો

આવી રીતના સંવાદ વાળી ઓડિયો કલીપ હાલ સોશિયલ મીડિયા માં વાઇરલ થઈ છે. જોકે સમગ્ર મામલાને લઈ ને હવે સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. સમગ્ર મામલે જયંતિ ઢોલ દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે અને આશીશભાઈ ને સાથે રાખી કોંગ્રેસ ના લોકોએ ઓડિયો વાઇરલ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ જયંતીભાઈ એ જણાવ્યું હતું કે તેવો આત્મનિર્ભર યોજનાને આવકારે છે, નાના લોકો માટે ની ખૂબ સારી યોજના છે અને આ યોજનાના ફોર્મ મંગળવાર થી વિતરણ કરવામાં આવશે.
First published: May 24, 2020, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading