રાજકોટની હદ વધી : વિરોધ બાદ માધાપર ગામે સરકારના નિર્ણયને વધાવ્યો


Updated: December 12, 2019, 4:27 PM IST
રાજકોટની હદ વધી : વિરોધ બાદ માધાપર ગામે સરકારના નિર્ણયને વધાવ્યો
માધાપર ખાતે લોકોએ મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને વધાવ્યો.

બુધવારે પાંચ ગામોને રાજકોટ મનપામાં ભેળવવાની મેયરની જાહેરાત બાદ બાદ પાંચેય ગામોમાંથી અલગ અલગ સૂર ઉઠ્યો હતો.

  • Share this:
રાજકોટ : મેયરે બુધવારે સત્તાવાર જાહેરાત કરીને પાંચ ગામોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જોડવાનું જણાવ્યું હતું. આ પાંચ ગામોમાં શહેરની બાજુમાં આવેલા માધાપર, મુંજકા, મોટા-મૌવા, મનહરપુર અન ઘંટેશ્વરનો સમાવેશ થાય છે. આ મામલે માધાપર ગામમાં બુધવારે વિરોધનો સૂર ઉઠ્યો હતો. ગામના સરપંચ તેમજ આગેવાનોએ કોર્પોરેશન સાથે જોડાવવાનો ઇન્કાર કરી વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, સમજાવટ બાદ ગુરુવારે માધાપરના લોકોએ સરકારને નિર્ણયને ઢોલ વગાડીને વધાવ્યો હતો.

બુધવારે મેયરની જાહેરાત બાદ બાદ પાંચ ગામોમાંથી અલગ અલગ સૂર જોવા મળ્યો હતો. ઘણા લોકો સરકારના નિર્ણય સાથે હતા તો અનેક લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ કરી રહેલા લોકોને ભાજપના આગેવાનોએ સમજાવ્યા હતા. જે બાદમાં આજે માધાપર ગામ ખાતે પાંચેય ગામોનાં આગેવાનો એકઠા થયા હતા અને આ નિર્ણયને વધાવ્યો હતો.આગેવાનોએ ઢોલ-નગરા વગાડી, ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આ નિર્ણયને વધાવ્યો હતો. સાથે જ લોકોએ આગામી દિવસોમાં મનપામાં ભળવાથી તેમના ગામોનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કોર્પોરેશનમાં સામેલ ગામોના લોકોએ શું કહ્યું?

કોર્પોરેશનના નિર્ણય બાબતે માધાપર ગામ ખાતે એકઠા થયેલા પાંચ ગામોના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેમના ગામોનો રાજકોટની હદમાં સમાવેશ થયો હોવાની તેમને ખુશી છે. અહીં પાણીની સમસ્યા છે જે પૂરી થશે તેવી અમને આશા છે. અમે તમામ ગામ સંપીને કામ પૂરી કરીશું."
First published: December 12, 2019, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading