રાજકોટમાં વરસતા વરસાદમાં થઇ રહ્યું છે ડામર કામ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: October 6, 2019, 12:08 PM IST
રાજકોટમાં વરસતા વરસાદમાં થઇ રહ્યું છે ડામર કામ, વીડિયો વાયરલ
વીડિયોમાંથી લેવાયેલી તસવીર

રાજકોટમાં વરસાદમાં રોડ બનાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : આ વખતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે દરેક જગ્યાએ રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ઘણાં જ અકસ્માતો પણ થઇ રહ્યાં છે. હાલ રાજકોટમાં વરસાદમાં રોડ બનાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે લોકોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં કેવડાવાડી મેઈન રોડ પર વરસાદ સમયે ડામર કામ શરૂ કર્યું હતું. દિવાળી પહેલા શહેરનાં રસ્તાઓ રિપેર કરવાની જાહેરાત બાદ મનપાએ શહેરમાં પેચવર્કના કામ શરૂ કર્યા છે. રસ્તાનાં સમારકામની કામગીરી દરમિયાન જ ભારે વરસાદ ચાલુ થયો હતો આમ છતાં કોન્ટ્રાક્ટરે કામ બંધ કરવાના બદલે ચાલુ જ રાખ્યું હતું. આ અંગે કમિશનરે માહિતી મળતા તરત જ તપાસ કરવા આદેશ કર્યો હતો અને વિજિલન્સ શાખાની ટીમને દોડાવી રિપોર્ટ આપવા કહ્યું છે.

આ પણ વાંચો : સલમાનના લોકપ્રિય ગીતની કોપી કરી સોશિયલ મીડિયામાં છવાયો આ ભરવાડ

રસ્તાઓ વરસાદ એટલે પાણીને કારણે જ ધોવાઇ જાય છે ત્યારે વરસતા વરસાદમાં ડામર પાથરીને રસ્તાનું સમારકામ માત્ર કામ પુરૂ કરવા માટે જ કરાતુ હશે. વરસતા વરસાદમાં ડામર કામ ચાલુ રાખતા સ્થાનિકે વીડિયો ઉતારી કોંગ્રેસનાં આગેવાનોને જાણ કરી હતી. કોંગી આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ આ અંગે કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનર ઉદિત અગ્રવાલે રજૂઆત બાદ તપાસ કરાવી તરત કામગીરી બંધ કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો : રાજકોટ : ઓનલાઇન જુગારમાં 75 લાખ રૂપિયા હારી જતા યુવકનો આપઘાત

First published: October 6, 2019
વધુ વાંચો
अगली ख़बर