રાજકોટઃ પોલીસનો વીડિયો વાયરલ, લોકમેળામાં PIએ મહિલાને ડંડાથી ફટકારી

News18 Gujarati
Updated: September 7, 2018, 9:59 AM IST
રાજકોટઃ પોલીસનો વીડિયો વાયરલ, લોકમેળામાં PIએ મહિલાને ડંડાથી ફટકારી
પાંચ દિવસનો લોક મેળો પૂર્ણ થયા બાદ બહુમાળી ભવન નજીક શેરીમાં બેસી રમકડા વેંચતા નાના ફેરિયાઓને પોલીસનો માર મારતો વીડિયો સામે આવ્યો.

પાંચ દિવસનો લોક મેળો પૂર્ણ થયા બાદ બહુમાળી ભવન નજીક શેરીમાં બેસી રમકડા વેંચતા નાના ફેરિયાઓને પોલીસનો માર મારતો વીડિયો સામે આવ્યો.

  • Share this:
શહેરમાં લોકમેળો પૂર્ણ થતા પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ થયો છે. પાંચ દિવસનો લોક મેળો પૂર્ણ થયા બાદ બહુમાળી ભવન નજીક શેરીમાં બેસી રમકડા વેંચતા નાના ફેરિયાઓને પોલીસનો માર મારતો વીડિયો સામે આવ્યો છે. પ્રદ્યુમન નગર પોલીસ મથકના PI બી.એમ.કાતરિયાએ મહિલા તથા પુરુષોને લાકડી વડે માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.

શું છે વીડિયોમાં ?

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે લોકમેળાની પૂર્ણાહતી થઇ રહી છે, લોકો રેસકોર્ષ મેદાનેથી પરત ફરી રહ્યાં છે, આ દરમિયાન કેટલાક ફેરિયાવાળા પણ બહાર નિકળી રહ્યાં છે. ત્યારે મેળા બહાર રમકડા વેચતા કેટલાક લોકો સાથે પોલીસની બોલાચાલી રહી છે. થોડી જ ક્ષણોમાં પોલીસ ઓફિસર મહિલાને લાકડી વડે ફટકારી રહ્યો છે.

પ્રદ્યુમન નગર પોલીસ મથકના PI બી.એમ.કાતરિયાએ મહિલા તથા પુરુષોને લાકડી વડે માર મારવાનો વીડિયો વાયરલ થયો છે.


શહેરમાં લૂખ્ખા તત્વો પોલીસે મેથીપાક ચખાડ્યો

શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી રથયાત્રા ઉપલાકાંઠા વિસ્તારના ચુનારાવાડ ચોકમાં પહોંચી હતી ત્યારે કેટલાક તત્ત્વો બેફામ બન્યા હતા અને ચોકમાં બાઇકથી સ્ટન્ટ કરી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રોફ જમાવી રહેલા તત્ત્વોએ રથયાત્રા જોવા ઉભેલી કેટલીક યુવતીની છેડતી પણ શરૂ કરી હતી, જોકે બંદોબસ્તમાં રહેલા પીઆઇ ગડ્ડુ સહિતના સ્ટાફને કોઈ જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સ્ટન્ટ કરી રહેલાઓની જાહેરમાં સરભરા કરી તેના સીનસપાટા કરતા શખ્સોના સીન વીંખી નાખ્યા હતા.
Loading...

વાયરલ થયેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી પોલીસ મહિલાઓને લાકડી વડે માર મારી રહે છે
First published: September 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...