Coronavirus : રાજકોટમાં રહીશોએ કોરોનાનો ચેપ અટકાવવા કર્યો વૈજ્ઞાનિક ઉપાય, દરેક સોસાયટી માટે ઉપયોગી- video


Updated: March 31, 2020, 5:36 PM IST
Coronavirus : રાજકોટમાં રહીશોએ કોરોનાનો ચેપ અટકાવવા કર્યો વૈજ્ઞાનિક ઉપાય, દરેક સોસાયટી માટે ઉપયોગી- video
રાજકોટની સોસાયટી દ્વારા ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે.

નિષ્ણાંત તબીબોની સલાહ પ્રમાણે રાજકોટની એક સોસાયટીના રહીશોએ લીધા અગમચેતીના પગલા

  • Share this:
કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં વધારો થતો જાય છે ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો જાગૃત પણ બની રહ્યા છે. સોરાષ્ટ્રમાં શહેરો અને ગામડાઓમાં બહારના લોકોએ અંદર આવવું નહીં તેવા બેનરો પણ લાગી ચૂક્યા છે. ત્યારે રાજકોટની સિલ્વર હાઇટ સોસાયટીએ લોકોને પ્રેરણા આપે તેવો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સોસાયટીમાંથી જીવન જરૂરી વસ્તુઓ લેવા ગયેલા અથવા બહારના કોઇ લોકો અંદર આવે ત્યારે હેન્ડપંપ દ્વારા તેના આખા શરીરને સેનેટાઇઝ કરી ડિસઇન્ફેક્ટ કરે છે.

સોડિયમ હાઇક્લોરાઇડનો ઉપયોગ કરી ડિસઇન્ફેરક્ટ કરે છેસોસાયટીના ગેટ પાસે જ હેન્ડપંપ મુકવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાંત તબીબોની સલાહ પ્રમાણે સોડિયમ હાઇક્લોરાઇડનો ઉપયોગ કરી લોકોને ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહ્યા છે. સોસાયટીના લોકોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસને લઇ લોકોમાં વધુમાં વધુ અવેરનેસ આવે અને લોકો આ રીતે પોતાની સોસાયટીમાં પણ અમલ કરે તો તેને આગળ વધતો અટકાવી શકીશું.

આ પણ વાંચો :  લૉકડાઉન : રાજપીપળાના વણિક પરિવારે યોજ્યું ડિજિટલ બેસણું, કોરોનાથી બચવા સાવચેતીનું ઉત્તમ ઉદાહરણ





આ કેમિકલ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. બધા લોકો ઉપયોગ કરવા લાગે તો કોરોનાનો ચેપ અટકાવી શકાય છે. આની કિંમત પણ વધારે નથી. એક પમ્પ એટેલે કે પાંચ લીટર બનાવવા પાછળ 80 થી 90 રૂપિયાનો ખર્ચ થાય છે.હાલની પરિસ્થિતતિ મુજબ કોરોના ના કેસોમાં વધારો જોવા મળે છે તો અમુક લોકો ઓન કોઈ પણ કામ વગર ઘર બહાર નીકળી રહ્યા છે જોકે આવા લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે.
First published: March 31, 2020, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading