રાજકોટઃ BRTS રૂટમાં ઘોડા પર સ્ટંટનો Video viral, છ પૈકી ચાર ઝડપાયા
રાજકોટઃ BRTS રૂટમાં ઘોડા પર સ્ટંટનો Video viral, છ પૈકી ચાર ઝડપાયા
પકડાયેલા આરોપીઓ અને સ્ટંટનો ફોટો
Rajkot Crime News: છ જેટલા યુવાનો ઘોડે સવારી (Horse riding stunt) કરતા સ્ટંટ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video viral on social media) થયો હતો.
રાજકોટઃ શહેરના BRTS રૂટ પર છ જેટલા યુવાનો ઘોડે સવારી (Horse riding stunt) કરતા સ્ટંટ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video viral on social media) થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસ (Gandhigram Police) હરકતમાં આવી હતી. ત્યારે ગણતરીની કલાકોમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ચાર જેટલા ઘોડે સવારોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાલ આ છ પૈકી ચાર જેટલા ઘોડેસવારોને ઝડપી પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યા ચોક થી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસની નજર માં આવ્યો હતો.
દરમિયાન પોલીસે વીડિયોમાં દેખાનાર શખ્સોની શોધખોળ કરતા રાજ નિર્મલભાઇ શિયાર, કેતન સોનારા, સુરેશ નિર્મલભાઇ ડાંગર, જનકભાઈ ડાંગર અને રાજેશ રાયધનભાઈ હુંબલ સહિતના શખ્સો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.
સમગ્ર મામલે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, વિડિયો માં દેખાયેલા છ ઘોડેસવારો ૨જી એપ્રિલ 2022ના રોજ રાત્રે 12:30 વાગ્યે અયોધ્યા ચોકથી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પર ગેરકાયદેસર રીતે ઘોડેસવારી કરી હતી. જે અંતર્ગત તમામ વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ સબબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમામ વ્યક્તિઓ વિરુદ્ધ જી પી એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ છ ઘોડેસવારો પૈકી રાજ શીયાર, કેતન સોનારા, રાજેશ હુંબલ અને સુરેશ ડાંગરને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા બીઆરટીએસ રૂટ પર એક યુવાન ગાડીના બોનેટ પર બેસી photoshoot કરાવતો હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર